ટોપ ન્યૂઝનેશનલ

PM મોદી 2024માં આ જગ્યાથી ચૂંટણી લડશે! 3 બેઠકો પર સર્વે શરૂ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ભાજપને 156, કોંગ્રેસને 17, AAP ને 5 તથા અન્યને 4 સીટ મળી હતી. ગુજરાતમાં ભાજપને મળેલી આ ઐતિહાસિક જીત કેવી રીતે મળી તેની ચર્ચા બહુ થઇ છે. આ દરમિયાન ભાજપના નેતાઓના મતે જો બધુ જ યોજના પ્રમાણે ચાલશે તો શક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 2024માં તમિલનાડુથી લોકસભા ચૂંટણી લડશે.

આ પણ  વાંચો: અમદાવાદ: લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો પકડાયા

ચૂંટણી લડવાથી મોટો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તે પહેલા તમિલનાડુની ત્રણ લોકસભા સીટો પર પણ સર્વે શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં રામનાથપુરમ (રામેશ્વરમ્ લોકસભા), મદુરાઇ અને તમિલનાડુમાં કોઇમ્બતુરનો સમાવેશ થાય છે. તાજેતરના ભૂતકાળમાં ભાજપે માત્ર તામિલનાડુ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતને જોડવા માટે અનેક કાર્યક્રમો કર્યા છે, પરંતુ એવી ઘણી હરકતો પણ થઈ છે જે સ્પષ્ટ કરે છે કે પાર્ટી તમિલનાડુથી સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાની મજબૂત સ્થિતિ બનાવવાની તૈયારી કરી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે દક્ષિણ ભારતમાં ભાજપને મજબૂત કરવાના મામલે મોદી માટે અહીંથી ચૂંટણી લડવાથી મોટો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.

આ પણ  વાંચો: સુરતમાં અસામાજિક તત્વો બેફામ, દવા બાબતે કમ્પાઉન્ડરને માર્યો

ત્રણ બેઠકો પરથી ચૂંટણી લડવાની વાત

2024ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ અને ચર્ચાઓનો યુગ તીવ્ર બની રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણી દક્ષિણ ભારતના કોઇ પણ રાજ્યમાંથી લડશે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપ માટે દક્ષિણમાં તેને મજબૂત બનાવવા માટે આનાથી સારો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં. ભાજપના કાર્યક્રમો, યોજનાઓ અને વડાપ્રધાન મોદીનું તમિલનાડુ પર છેલ્લા કેટલાક સમયથી ધ્યાન કેન્દ્રિત કરવાથી સંકેત મળે છે કે તેઓ
દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તમિલનાડુના કોઈપણ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી શકે છે.

આ પણ  વાંચો: ગુજરાત: મોંઘવારીથી પીડાતી જનતા માટે રાહતના સમાચાર

સત્તાવાર રીતે અત્યારે કશું કહી શકાય તેમ નથી

વાસ્તવમાં ભાજપને દક્ષિણ ભારતમાં પોતાનો પગપેસારો કરવા માટે આટલા મોટા માસ્ટર સ્ટ્રોકની જરૂર છે. ભાજપના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે પાર્ટીને મજબૂત બનાવવાની તેમની વ્યૂહરચના ઘણી વહેલી શરૂ થઈ જાય છે. આવી રણનીતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ ભારતમાંથી ચૂંટણી લડાવવાની યોજના ઘડી કાઢવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે અત્યારે કશું કહી શકાય તેમ નથી.

Back to top button