અમદાવાદઃ (Ahmedabad)આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે. (Cricket world cup)ત્યારે આ મેચ જોવા માટે દેશના નેતાઓ, સેલિબ્રિટીઝ પણ આવશે. (PM Modi)તે ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેથી તેઓ પણ ઉપસ્થિત રહી શકે છે. (Modi stadium)આ મેચ જોવા માટે ભારતના વડાપ્રધાન મોદી આવતીકાલે સાંજે ચારથી પાંચ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. રાજસ્થાનમાં તારાનગર અને જુંજુનુમાં સભા પૂર્ણા કર્યા બાદ મોદી અમદાવાદ આવવા રવાના થશે. તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા જ રાજભવન જશે. ત્યાર બાજ ક્રિકેટ મેચ જોવા માટે આવશે.
બે થી ત્રણ રાજ્યના મુખ્યમંત્રી હાજરી આપી શકે
અમદાવાદમાં રમાનારી આ ક્રિકેટ મેચની ફાઈનલ જોવા માટે આસામ, મેઘાલય સહિત બે થી ત્રણ રાજ્યના મુખ્યમંત્રી હાજરી આપી શકે છે. ત્યારે વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મેચ જોયા બાદ તેઓ સીધા રાજભવન જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે સોમવારે સવારે તેઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર અર્થે જશે. તે ઉપરાંત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ મેચ જોવા માટે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપવા મુખ્યમંત્રીએ તાકિદ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.મુખ્યમંત્રીએ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી.
સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું
મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયો હતો.પોલીસ વડા વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલ્લિકે બંને ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત ૪,૫૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા મહાનુભાવો માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી.