PM મોદી ફરી આવશે ગુજરાત, ચૂંટણી પહેલા સોમનાથ દાદાના કરશે દર્શન
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ પણ બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. અને તેઓએ પ્રશિક્ષણ શિબિરમાં હાજરી પણ આપી હતી. ત્યારે હવે આગામી સમયમાં વડાપ્રધાન મોદી પણ ગુજરાત પ્રવાસે આવશે તેવી વિગતો સામે આવી રહી છે.
PM મોદી 17 એપ્રિલે આવશે ગુજરાત
જાણકારી મુજબ વડાપ્રાધાન નરેન્દ્ર મોદી આગામી તા.17 એપ્રિલનાં રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ સૌ પ્રથમ તો સોમનાથ મંદિર ખાતે સોમનાથ દાદાનાં દર્શન કરશે અને ત્યાર બાદ તેઓ સોમનાથમાં રોડ-શો કરે તેવી પણ શક્યતા છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કરાવશે પ્રારંભ
મહત્વનું છે કે આગામી તા.17 થી 26 દરમ્યાન કેન્દ્ર અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે “સૌરાષ્ટ્ર તમિલ સંગમ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદી તેમની આ મુલાકાત દરમિયાન “સૌરાષ્ટ્ર તમિલ સંગમ ” કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.
આ પણ વાંચો : મહિસાગર : ધો.12ની વિદ્યાર્થિની મેળામાં ગૂમ થયા બાદ કોથળામાંથી મૃતદેહ મળી આવ્યો