PM મોદીના લાઓસ પ્રવાસનો બીજો દિવસ, પૂર્વ એશિયા સમિટમાં લેશે ભાગ
- 19મી પૂર્વ એશિયા સમિટમાં કુલ 18 દેશો લઈ રહ્યા છે ભાગ
લાઓસ, 11 ઓકટોબર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે તેમની લાઓસ મુલાકાતના બીજા દિવસે 19મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. પૂર્વ એશિયા સમિટ (EAS)માં 10 ASEAN સભ્ય દેશો અને આઠ ભાગીદાર દેશો – ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા, ન્યુઝીલેન્ડ, રશિયા અને યુએસ સામેલ થઈ રહ્યા છે. દક્ષિણપૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંગઠન (ASEAN)ની સ્થાપના 1967માં થઈ હતી. તેના સભ્ય દેશોમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, ભારત, વિયેતનામ, લાઓસ, કંબોડિયા અને બ્રુનેઈ દારુસલામનો સમાવેશ થાય છે.
Highlights from today in Lao PDR, where I met world leaders, saw a special Ramayan programme and interacted with the Indian community… pic.twitter.com/alkfeIOEgc
— Narendra Modi (@narendramodi) October 10, 2024
લાઓસ PM સોનેક્સે સિફનાડેનના આપ્યું હતું નિમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ASEAN-ભારત અને પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે લાઓસ પહોંચ્યા હતા. પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ લાઓસ (લાઓ PDR)ના વડાપ્રધાન સોનેક્સે સિફનાડેનના નિમંત્રણ પર PM મોદી દેશની બે દિવસીય મુલાકાતે છે. લાઓસ એસોસિયેશન ઓફ સાઉથઇસ્ટ એશિયન નેશન્સ (ASEAN) ના વર્તમાન અધ્યક્ષ છે. લાઓસના ગૃહમંત્રી વિલયાવોંગ બૌદ્દખામે એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું.
એક્ટ નીતિનો એક દાયકો પૂર્ણ
નવી દિલ્હીથી લાઓસ જવા રવાના થતા પહેલા જારી કરાયેલા નિવેદનમાં PM મોદીએ કહ્યું હતું કે, ભારત આ વર્ષે ‘એક્ટ ઈસ્ટ’ નીતિનો એક દાયકા પૂર્ણ કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું, “અમારા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે હું લાઓ PDRના નેતૃત્વ સાથેની મારી બેઠકોને લઈને આશાવાદી છું. આ એક વિશેષ વર્ષ છે કારણ કે અમે અમારી ‘એક્ટ ઈસ્ટ’ નીતિનો એક દાયકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ, જેનાથી દેશને ઘણો ફાયદો થશે. આ મુલાકાત દરમિયાન હું વિશ્વના વિવિધ નેતાઓ સાથે બેઠકો અને વાર્તાલાપ કરીશ.” ‘એક્ટ ઈસ્ટ’ નીતિનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય, પ્રાદેશિક અને બહુપક્ષીય સ્તરે સતત જોડાણ દ્વારા આર્થિક સહયોગ, સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશો વચ્ચે વ્યૂહરચના સંબંધો વિકસિત કરવાનો છે, જેથી રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંબંધો સહિત વ્યાપક અર્થમાં શ્રેષ્ઠ સંપર્ક પ્રદાન કરી શકાશે.
આ પણ જૂઓ: નોન ક્રિમીલેયરની મર્યાદા વધારવા મહારાષ્ટ્ર સરકારની કેન્દ્ર પાસે માંગ, જાણો કેટલી કરવા વિનંતી કરી