ટોપ ન્યૂઝનેશનલ

PM મોદીનો આજે દિલ્હી ખાતે રોડ શો, બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આપશે હાજરી

દિલ્હીમાં યોજાઈ રહી છે. આ બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં સાંજે 4 વાગ્યે શરૂ થશે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી, 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીની રણનીતિ સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદી ભાજપના નેતાઓને 2024માં જીતની ફોર્મ્યુલા જણાવશે.

આ પણ વાંચો : ન્યાયતંત્ર મામલે રાજ્યસભાના સાંસદ અને દેશના ઉપરાષ્ટ્રપતિ આવ્યા સામસામે, જાણો કોણે શું કહ્યું

આ સાથે જ આજે PM મોદી દિલ્હીમાં મેગા રોડ શો કરશે. આ રોડ શોથી ભાજપ તેના 2024ના મિશનની શરૂઆત કરવા જઈ રહી છે. રાજધાની દિલ્હીમાં પટેલ ચોકથી સંસદ માર્ગ જયસિંહ રોડ જંકશન સુધી આ રોડ શો યોજાશે. આ રોડ શો બપોરે 3.00 વાગ્યાની આસપાસ શરૂ થશે.

પીએમ મોદી - Humdekhengenews

ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો

આજે પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ હાજર રહેશે. માટે રોડ શોને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક પોલીસે સંસદ સ્ટ્રીટની આસપાસના કેટલાક રસ્તાઓને ટ્રાફિક માટે બ્લોક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ રોડ શોના સમયગાળા દરમિયાન નવી દિલ્હીની આસપાસ મુસાફરી કરવાનું ટાળે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરી મુજબ, રોડ શો બપોરે 3 વાગ્યે શરૂ થશે. દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે સંસદ સ્ટ્રીટ પરના કેટલાક રસ્તાઓ બપોરથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે અને ઘણી જગ્યાએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીના રોડ શોના રૂટ પર રોડની બંને તરફ બેરિકેડ લગાવામાં આવ્યા છે. આ સાથે PMના સ્વાગત માટે આવનારા લોકોની તપાસ માટે મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. રસ્તાઓ પર વોચ ટાવર બનાવવામાં આવ્યા છે. જ્યાંથી દરેક મુલાકાતીઓ પર નજર રાખી શકાય છે. જેમાં 350થી વધુ આગેવાનો સામેલ થશે.

સભામાં 6 થીમ પર પ્રદર્શન યોજાશે

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં 6 થીમ પર એક પ્રદર્શન પણ યોજાશે. જેમાં સેવા સંસ્થા અને સમર્પણ, વિશ્વ ગુરુ ભારત, પ્રથમ શાસન સર્વસમાવેશક અને સશક્ત ભારત, સંસ્કૃતિના વાહક ,વિપક્ષી રાજ્યોમાં સંઘર્ષ અને પ્રવૃત્તિઓ સહિતના મુદ્દે ઉંડુ મનોમંથન થશે.

પીએમ મોદી - Humdekhengenews

નડ્ડાને બીજી તક મળશે!

રાષ્ટ્રીય કાર્યકારિણીની આ બેઠક 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વની છે કારણ કે તે 2023માં યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે પૂર્ણ તૈયારી સાથે ઉતરશે. આ બેઠક પહેલા ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે કે ભાજપ તેના પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને એક વર્ષનું એક્સટેન્શન આપવા જઈ રહ્યું છે.પીએમ મોદી આ બેઠક દ્વારા અહીં સંગઠનને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Back to top button