ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી વડોદરા જિલ્લાના 95 ગામના 137 લાભાર્થીઓને આવાસ ફાળવશે

Text To Speech
  • મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરવામાં આવશે
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતેથી લોકાર્પણ કરશે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનુ ઘર ફાળવાશે

આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મહાત્મા મંદિર ખાતેથી લોકાર્પણ કરાશે અને તે સાથે જ વડોદરા જિલ્લાના 8 તાલુકાના 95 ગામોના 137 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનુ ઘર ફાળવાશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરનુ ઘર ફાળવાશે

સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી અને ગ્રામ્ય અંતર્ગત તા.12મી મેના શુક્રવારના રોજ રૂ.1946 કરોડના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં કરાવવાના છે. ત્યારે તેમાં વડોદરા જિલ્લાના ડભોઈ, ડેસર, કરજણ, પાદરા સહિતના 8 તાલુકાના 95 ગામોના 137 લાભાર્થીઓને આવાસની ફાળવણી થવાની છે. મહાત્મા મંદિર ખાતે આયોજીત કાર્યક્રમનુ વર્ચ્ચૂઅલ પ્રસારણ થશે. જેમાં વડોદરા જિલ્લાના આવાસના લાભાર્થીઓ તેમાં જોડાશે. જેના આયોજન સંદર્ભે આજે બુધવારે કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી હતી. જેમાં અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી.

મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરવામાં આવશે

આ કાર્યક્રમ અંતર્ગત 95 ગામોમાં સવારે પ્રભાત ફેરી, યોગ વંદના, ગ્રામ સફઇ, સરકારી મકાનોની સફાઈ, રંગોળી સ્પર્ધા, વાનગીઓની સ્પર્ધા, આરોગ્ય તપાસણી કેમ્પ, રંગોળી સ્પર્ધા યોજવાનુ તેમજ દરેક ગામમાં સરગવો, મીઠો લીમડો, તુલસી, આસોપાલવ, લીબુંડી વિગેરે જેવા 5 વૃક્ષો રોપવાનુ આયોજન કરાયુ છે. તે સિવાય, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરે તે માટે પ્રોત્સાહિત કરવા માટે શપથ લેવડાવાશે.જિલ્લા કલેક્ટર અતુલ ગોરે કહ્યુ હતુ કે, પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામણી હેઠળ 95 ગામોમાં 137 આવાસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ધારાસભ્યો, જે તે ગામમાં ઉપસ્થિત રહેશે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ આ 95 ગામોમાં મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરવામાં આવશે તેમ કહ્યુ હતુ.

Back to top button