PM મોદી ફરીથી આ તારીખે ગુજરાત પ્રવાસે આવશે, જાણો સમગ્ર કાર્યક્રમ
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે બે દિવસીય પ્રવાસ પૂરો થયો છે. જેમાં આ પ્રવાસ દરમિયાન તેઓએ રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, તાપી, નર્મદા જિલ્લામાં કાર્યક્રમો અને રોડ-શો કર્યાં છે. અને કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપી છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક ગુજરાતની મુલાકાતે આવશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભાજપના નેતાઓ અને AIMIM વચ્ચે બંધબારણે ગુપ્ત મીટિંગનું જાણો સત્ય
વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે ત્યારે 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાનની આ મુલાકાત એક દિવસની હશે જેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસ કાર્યોની ભેટ આપશે.
આ પણ વાંચો: BJPએ ગુજરાતની ચૂંટણીમાં AAP-કોંગ્રેસને ધૂળ ચાટતી કરવા રણનીતિ તૈયાર કરી
પંચમહાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે એકતા પરેડમાં હાજર રહેશે. તેમજ પંચમહાલમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે. તથા થરાદમાં સિંચાઈ વિભાગના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જોકે સત્તાવાર રીતે હજુ કાર્યક્રમની જાહેરાત થઈ નથી.