ટ્રેન્ડિંગનેશનલ

ખાસ જેકેટ પહેરી પીએમ મોદી પહોંચ્યા સંસદ, જાણો શું છે વિશેષતા

Text To Speech

પીએમ મોદી આજે સ્કાય બ્લુ જેકેટ પહેરીને સંસદ ભવન આવ્યા છે. પીએમ મોદી આજે આસમાની રંગનું જેકેટ પહેરીને સંસદ ભવન આવ્યા છે. આ જેકેટ પ્લાસ્ટિક બોટલ્સ PETમાંથી બનાવવામાં આવે છે. પીએમ મોદીનો અંદાજ અને તેમના કપડા હંમેશા ચર્ચાનો વિષય બને છે. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. PM આજે બપોરે ભાષણ આપશે. તેઓ થોડા સમય પહેલા સંસદ પહોંચ્યા છે. જેકેટ આજે પીએમ મોદીના આઉટફિટમાં આ આસમાની રંગનુ જેકેચ કંઈક ખાસ હતું.

આ પણ વાંચો : વડાપ્રધાન, તમે મૌની બાબાની જેમ બેઠા છો, તેથી આ સ્થિતિ થઇ છે – મલ્લિકાર્જુન ખડગે

પીએમ મોદી - Humdekhengenews

પીએમ મોદી આજે સ્કાય બ્લુ જેકેટ પહેરીને સંસદ ભવન આવ્યા છે. પીએમ મોદીનું આ જેકેટ PET પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવવામાં આવ્યું છે. આ બોટલોને રિસાઈકલ કરવામાં આવી હતી. આ પછી આ જેકેટ તૈયાર છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને બેંગ્લોરમાં ઈન્ડિયા એનર્જી વીકમાં પીએમને આ જેકેટ ગીફ્ટ કર્યું હતું.

પીએમ મોદી - Humdekhengenews

આવી દસ કરોડ બોટલને રિસાઇકલ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સૌથી પહેલા આ જેકેટ્સ પેટ્રોલ પંપના આસિસ્ટન્ટને આપવામાં આવશે. એક યુનિફોર્મ બનાવવા માટે કુલ 28 બોટલનું રિસાયકલ કરવામાં આવે છે. આનાથી પર્યાવરણ જાળવવામાં મદદ મળશે અને પાણીની પણ ઘણી બચત થશે.

Back to top button