ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

PM મોદીએ માતા હીરાબાના પગ ધોઈ પાણી માથે ચડાવ્યું, લાડુ ખવડાવી માતાને ભેટમાં શાલ અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા

Text To Speech

વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. નાનાભાઈ પંકજભાઈ સાથે માતા હીરાબા ગાંધીનગરના રાયસણના વૃંદાવન બંગ્લોઝ-2માં રહે છે. ત્યારે વહેલી સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે અડધો કલાકથી વધારે સમય પોતાની માતા સાથે ગાળ્યો હતો. PM મોદી પોતાની માતા માટે ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. તેમણે માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

વહેલી સવારે 6.30 વાગ્યે PM મોદી માતા હીરાબાના મળવા પહોંચ્યા હતા

આ ઉપરાંત પોતાની માતાનાં ચરણ ધોઈને આશીર્વાદ લીધા હતા. માતા હીરાબાનાં ચરણ ધોઈ પીએમ મોદીએ એ પાણીને પોતાના માથે ચડાવ્યું હતું. માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો. માતા સાથે પાટલા પર બેસી વડાપ્રધાને ખબરઅંતર પૂછ્યા હતા. બંન્ને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી. મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી.

માતાને ગુલાબનો હાર પણ પહેરાવ્યો હતો
માતા હીરાબાને લાડુ ખવડાવી જન્મદિવસની શુભકામના પાઠવી હતી

PM આગમનને લઈને ચુસ્ત બંદોબસ્ત
વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીનગરમાં રાયસણ ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

માતા સાથે પાટલા પર બેસી વડાપ્રધાને ખબરઅંતર પૂછ્યા હતા
બંન્ને વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાતચીત કરી હતી

જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન
PMના પરિવારને ભગવાન જગન્નાથમાં અનેરી આસ્થા છે. ત્યારે હીરાબાના જન્મદિવસ નિમિતે અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે. મંદિર ખાતે આજે યોજાનારા ભંડારામાં દાળ-ભાત, પુરી અને માલપુઆ પીરસાશે. આ ભંડારામાં મર્યાદિત સંખ્યામાં સાધુ- સંતો અને હીરાબાના પરિવારજનો ઉપસ્થિત રહેશે.

મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું કે PM મોદીનાં માતા હીરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. પરિવારને ભગવાન જગન્નાથ પ્રત્યે આસ્થા તેમજ શ્રદ્ધા જોડાયેલી છે, જેથી તેમના ઉપલક્ષમાં પૂજા, અર્ચન, દર્શન અને પ્રસાદનું આયોજન છે, જેમાં તેમનાં પરિવારજનો અને તેમના આમંત્રિતો પધારશે.

મોદી પોતાની માતા માટે ખાસ ભેટ તરીકે શાલ લઈને પહોંચ્યા હતા, જે તેમને અર્પણ કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.

હાટકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા-અર્ચનાઆ તરફ PMના વતન વડનગરમાં પણ હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના તથા ભજનસંધ્યા સહિતના કાર્યક્રમો યોજાશે.

વડાપ્રધાન મોદીએ પોતાના માતા હીરાબાના 100માં જન્મદિવસે ટ્વીટ પણ કર્યું હતું

પહેલા જન્મ આપનારી મા પછી જગતજનની
ગાંધીનગરથી તેઓ સીધા હેલિકોપ્ટર મારફતે પાવગઢ જવા માટે રવાના થયા છે. અહીં તેઓ મહાકાળી માતાના દર્શન કરશે

Back to top button