પીએમ મોદી બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા, જૂઓ વીડિયો


- પીએમ મોદી વડા પ્રધાનના નિવાસસ્થાને એક પરિવારને મળ્યા, આ દરમિયાન પરિવારના બે બાળકો પણ પીએમને મળવા આવ્યા હતા. પીએમએ બાળકો સાથે મસ્તી કરતો વીડિયો શેર કર્યા છે.
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં પીએમ બાળકો સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. બધા જાણે છે કે મોદીને બાળકો પ્રત્યે ખાસ લગાવ છે. દરરોજ તે બાળકો સાથે મસ્તી કરતા કે તેમને પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. જો કે આ વખતે તેમની સ્ટાઈલ પહેલા કરતા એકદમ અલગ હતી. પહેલા બાળકો એકબીજા સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતા, ત્યારબાદ પીએમ એક રૂપિયાના સિક્કા સાથે બાળકો સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
બાળકો સાથે વિતાવેલી પળોનો વડાપ્રધાને વીડિયો કર્યો શેર
View this post on Instagram
- પીએમ મોદીએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે બાળકો સાથે વિતાવેલી કેટલીક યાદગાર પળો.
પીએમ મોદી વડાપ્રધાનના નિવાસસ્થાને એક પરિવારને મળ્યા હતા. પરિવારના બે બાળકો પણ પીએમને મળવા આવ્યા હતા. પીએમએ બાળકો સાથે ખૂબ મસ્તી કરી હતી. અહીં તેમણે પહેલા બંને બાળકોને કાને પકડીને હલાવ્યા હતા. આ પછી, તેમણે બાળકોને તેમના માથા પર સિક્કો ચોંટાડીને એક જાદુ બતાવ્યો હતો. આ પછી PM એ બાળકોને પણ આ પરાક્રમ કરવા કહ્યું હતું. પીએમ મોદીના આ વીડિયોને લોકો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરી રહ્યા છે.
અનેક વખત પીએમ દેખાયા છે બાળકો સાથે
પીએમ મોદી અનેક વાર નાના બાળકો સાથે સમય વિતાવતા જોવા મળે છે. અનેક વખત પીએમ નાના બાળકો સાથે મસ્તી કરતાં જોવા મળ્યા છે. આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસર પર પીએમ મોદી અખિલ ભારતીય શિક્ષણ પરિષદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં બાળકોને મળ્યા હતા. ટ્વિટર પર બાળકો સાથેની તસવીર શેર કરતાં પીએમ મોદીએ લખ્યું હતું કે માસૂમ બાળકો સાથે આનંદની કેટલીક પળો! તેમની ઉર્જા અને ઉત્સાહ મનને ઉત્સાહથી ભરી દે છે.
આ પણ વાંચો: શ્રીનગરમાં PMનું લાઈફ-સાઈઝ કટ-આઉટ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર