પોતાના શિક્ષકના નિધનથી ભાવુક થયા PM મોદી, ટ્વીટ કરી શ્રદ્ધાંજલી પાઠવી
દેશના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભા ચૂંટણીને લઈને તેઓ સુરતમાં અનેક સભાઓ-રેલીઓ કરી રહ્યા છે. ત્યારે પીએમ મોદી પોતે જે શાળામાં ભણ્યા તે શાળાના શિક્ષકના નિધનના સમાચાર મળતા ભાવુક થયા હતા. જે અંગે તેમણે ટ્વીટ કરીને દુ:ખ વ્યકત કર્યુ છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીની શાળાના શિક્ષક રાસબિહારી મણિયારનું નિધન થઈ ગયું છે. PM મોદીએ ટ્વીટ કરીને તેમના શિક્ષકને શ્રદ્ધાંજલી આપી હતી.
મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું.
મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું. pic.twitter.com/QmlJE9o07E
— Narendra Modi (@narendramodi) November 27, 2022
આ પણ વાંચો:સોમનાથમાં અલ્લાહ… અજમેર શરીફમાં મહાદેવ, કોંગ્રેસના નેતાએ સ્ટેજ પરથી લગાવ્યા અલ્લાહ-હુ-અકબરના નારા
વિધાનસભાની ચૂંટણી ને લઈને દરેક પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે, જેને લઈને આજે પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સુરતમાં અનેક સભાઓ-રેલીઓ કરવાના છે. ત્યારે પીએમ મોદીને પોતાના શિક્ષકના મરણના સમાચાર મળ્યા હતા. જે બાદ તેઓ ભાવુક થયા હતા અને ટ્વીટ કરીને તેમના શિક્ષકને શ્રદ્ધાંજલી આપી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મારી શાળાના શિક્ષક રાસબિહારી મણિયારના અવસાનના સમાચાર સાંભળી ખૂબ જ વ્યથિત છું. મારા ઘડતરમાં તેમનો અમૂલ્ય ફાળો છે. હું જીવનના આ પડાવ સુધી તેમની સાથે જોડાયેલો રહ્યો અને એક વિદ્યાર્થી હોવાના નાતે મને સંતોષ છે કે જીવનભર મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું.