ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરી ધજા ફરકાવી; કહ્યું- યુગ-શતાબ્દિ બદલાય પણ આસ્થાનું શિખર શાશ્વત રહે છે

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. PM મોદી આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને 125 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. વડાપ્રધાનના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. PM મોદીએ વર્ષો બાદ પુનિ વિકસિત કરાયેલ મંદિરને નિહાળ્યુ હતું. તેમણે માતાના ચરણોમાં શિશ ઝૂકવ્યુ હતું અને પોતાના માતા હીરા બાના જન્મદિન પર પ્રાર્થના પણ કરી હતી. તેઓ હવે અનેક સંતો સાથે પણ મુલાકાત કરી.

5 શતાબ્દી બાદ મહાકાળીના શિખર પર ધજા ચઢી છેઃ મોદી
માતાના દરબારથી સંતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ કે, આજે અનેક વર્ષો બાદ પાવાગઢ મહાકાળીના ચરણોમાં આવીને કેટલીક પળો વિતાવવાનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય મળ્યું. મારું જીવન ધન્ય થઈ ગયું. સપનુ સંકલ્પ બનતુ હોય અને તે સિદ્ધ થતુ હોય તો આનદ થાય છે. આજની પળ મારા અંતરમનને વિશેષ આનંદ આપે છે. 5 શતાબ્દી બાદ મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ પળ આપણને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા અને સંસ્કૃતિ પ્રતિ સમર્પિત ભાવથી જીવવા પ્રેરિત કરે છે. આજથી થોડા દિવસ બાદ આ મહિનામાં ગુપ્ત નવરાત્રિ છે. ગુપ્ત નવરાત્રિ પહેલા પાવાગઢમાં મહાકાળીનુ મંદિર ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા છે. ગુપ્ત નવરાત્રિ છે, પણ શક્ત સુપ્ત અને લુૂપ્ત થતી નથી. જ્યારે શ્રદ્ધા સાધના અને તપસ્યા ફળીભૂત થાય છે, તો શક્તિ પૂર્ણ વૈભવ સાથે પ્રકટે છે. પાવાગઢમાં મા કાળીના આશીર્વાદથી આ જ શક્તિનુ પ્રાગટ્ય જોઈ રહ્યાં છીએ. સદીઓ બાદ મહાકાળીનુ આ મંદિર વિશાળ સ્વરૂપમાં આપણી સામે આપણા મસ્તિષ્કને ઉંચુ કરે છે.

PM મોદીએ કહ્યું કે પહેલા મંદિર પરિસરમાં બે ડઝન લોકો પણ પહોંચી શક્તા ન હતા, પરંતુ એકસાથે 100 લોકો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા છે.

વડાપ્રધાને કહ્યુ કે, આજે સદીઓ બાદ પાવાગઢ મંદિરમાં એકવાર ફરીથી શિખર પર ધજા લહેરાઈ છે. આ શિખર ધ્વજ માત્ર આસ્થાનુ પ્રતિક નથી, પણ સદીઓ બદલાય છે, યુગ બદલાય છે, પણ આસ્થાનુ શિખર શાશ્વત રહે છે તેનુ પ્રતિક છે. અયોધ્યા, કાશી, કે  કેદારનાથ હોય, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છે. પોતાની પ્રાચીન ઓળખને પણ ઉમંગથી જીવી રહ્યા છે. દરેક ભારતીય તેના પર ગર્વ કરે છે. આ આધ્યાત્મિક સ્તર નવી શક્યતાઓના સ્ત્રોત બની રહ્યાં છે. પાવાગઢના મંદિરનુ પુનનિર્માણ આ ગૌરવ યાત્રાનો હિસ્સો છે.

PM મોદીએ કહ્યું કે પહેલા મંદિર પરિસરમાં બે ડઝન લોકો પણ પહોંચી શક્તા ન હતા, પરંતુ એકસાથે 100 લોકો પૂજા કરી શકે તેવી વ્યવસ્થા છે. આ વિકાસ બાદ હવે મુસાફરોની સંખ્યા પણ વધશે. પહેલા પાવાગઢની મુસાફરી કઠિન હતી કે, લોકો જીવનમાં એકવાર થાય તો ધન્ય માનતા. પણ હવે લોકો સરળતાથી માતાની ચરણોમાં આવી શકે છે. આજે હુ પણ અહી પહોંચવા ટેકનોલોજી થકી રોપવેથી આવ્યો. રોપવેથી પાવાગઢની અદભૂત સુંદરતાનો આનંદ મળે છે. પાવાગઢ, મા અંબા, સોમનાથ, દ્વારકેશના આર્શીવાદથી જ ગુજરાત ગૌરવવંતુ બન્યુ છે. આજે ગુજરાતની આ ઓળખ આકાશ આંબી રહી છે.

પાવાગઢ મંદિરથી સુરેન્દ્રકાકાએ કહ્યુ કે, આ મંદિર વર્ષો જૂનુ શક્તિપીઠ છે. વર્ષે દોઢથી બે કરોડ દર્શનાર્થે આવે છે. પણ મંદિરનુ પરિસર સાંકડુ હતુ, પગથિયા જીર્ણ થઈ ગયા હતા, મંદિરને પણ જીર્ણોદ્ધારની જરૂર હતી. તેથી હવે તેનો વિકાસ કર્યો છે. યાત્રિકોને જરૂરી તમામ સુવિધા કરી છે. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  કહ્યુ કે, પાવાગઢ લાખો લોકોની આસ્થાનુ પ્રતિક છે. તેથી આજે આ સુવિધા યાત્રિકોની ભક્તિ વધારશે.

મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને 125 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું

હજારો વર્ષો બાદ પાવાગઢ મંદિરમાં PM મોદીના હસ્તે ધ્વજારોહણ થયું
ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. એટલે કે, શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ ધજા ચઢાવનાર પીએમ મોદી પહેલા શખ્સ બની ગયા છે.

PM મોદી દ્વારા ધ્વજારોહણ પહેલાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરી હતી

ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલો છે.પાવાગઢ સાથે જોડાયેલા ઇતિહાસ મુજબ 500 વર્ષ અગાઉ પાવાગઢ પર મહંમદ બેગડાએ હુમલો કરીને પાવાગઢ ગઢ જીતી લીધો હતો.

ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ કરાયું છે

PM મોદી દ્વારા મંદિરમાં પૂજા અર્ચના
મહંમદ બેગડાએ પાવાગઢ મંદિરના શિખરને ખંડિત કરી દીધું હતું. મંદિર પર દરગાહ બનાવી દેવામાં આવી હતી. આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ માતાજીના મંદિરના શિખર પર 538 વર્ષથી ધ્વજા ફરકાવી ન હતી. ત્યારે પાવાગઢનો વર્ષો જુનો ઇતિહાસ પાછો થશે. વડાપ્રધાન મંદિરમાં પૂજા અર્ચના કરશે. જયારે PM મોદીનો વિરાસત વનનો કાર્યક્રમ કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે.

ગર્ભગૃહને યથાવત્ રાખી સંપૂર્ણ નવું મંદિર
પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે. આગામી સમયમાં પાવાગઢ ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરાશે. સાથે જ દુધિયા તળાવથી મંદિર સુધી પહોંચવા માટે બે વિશાળ લિફ્ટ પણ બનાવવામાં આવશે. સાથે જ મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દુધિયા અને છાસિયા તળાવને જોડતા પ્રદક્ષિણા પથનું પણ નિર્માણ થશે.

પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે.

રૂા.21 હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુર્હત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરાની મુલાકાતે છે. 4 વર્ષ બાદ પીએમ મોદી વડોદરામાં સભા ગજવશે. તેઓ આજવા રોડ લેપ્રસી મેદાન ખાતે 5 લાખ લોકોની જંગી સભાને સંબોધન કરશે. વડાપ્રધાન સ્ટેજ પરથી રૂા.21 હજાર કરોડની કિંમતના શિક્ષણ, પરિવહન, પાણી પુરવઠા, મલિન જળ શુદ્ધિકરણ અને ગટર વ્યવસ્થા, આવાસ સુવિધાઓ, ઊર્જાને લગતા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુર્હત કરશે. રેલવે વિભાગના 16 હજાર કરોડથી વધુના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.41 લાખ આવાસોના ઈ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને આદિજાતિ તાલુકા માટે પોષણ સુધા યોજનાનો પ્રારંભ કરાવશે. સાથે જ રાજ્યની પહેલી ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ કરશે. વડોદરામાં આવેલ રેલવે યુનિ. પરિસરમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. વડોદરા કોર્પોરેશનના 243 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કરશે.

PM મોદી સાથે સ્ટેજ પર 43 લોકો બેસશે. મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી, રાજ્ય સરકારના મંત્રી, મધ્ય ગુજરાતના સાંસદ-ધારાસભ્યો, જિલ્લાના ભાજપ પ્રમુખ, મેયર સહિત અનેક મહાનુભાવો સ્ટેજ પર બેસશે. પ્રધાનમંત્રી મોદી સભા સ્થળે ખુલ્લી જીપમાં ફરશે, ડોમમાં દોઢ કિલોમીટર સુધી ખુલ્લી જીપમાં ફરી સ્ટેજ પર આવશે.

Back to top button