કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝધર્મ

પીએમ મોદી દરિયામાં ડૂબેલી દ્વારિકાના દર્શન કરી આવ્યા

Text To Speech
  • લક્ષદ્વીપમાં સ્કૂબા ડાઈવિંગ કર્યા બાદ પીએમની આ બીજી દરિયાઈ ડૂબકી
  • X ઉપર પોસ્ટ કરીને લખ્યું, પાણીમાં ડૂબેલી દ્વારિકાના દર્શનથી આધ્યાત્મિક અનુભવ થયો

દ્વારકા, 25 ફેબ્રુઆરી, 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દ્વારકામાં પાણીમાં ડૂબી ગયેલી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન કર્યા હતા. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર ફોટોગ્રાફ શૅર કરતા વડાપ્રધાને લખ્યું કે, સમુદ્રમાં ડૂબેલી દ્વારિકા નગરીના દર્શન કરવાનો આજે આધ્યાત્મિક અનુભવ થયો.

 

વડાપ્રધાન આ માટે પોતાની સાથે મોરપીંછ પણ લઈ ગયા હતા. વડાપ્રધાને લખ્યું કે, પાણીમાં ડૂબેલી દ્વારિકા નગરીમાં પ્રાર્થના કરવાનો મને ઘણો દિવ્ય અનુભવ થયો. મને આધ્યાત્મિક વૈભવ તથા શાશ્વત ભક્તિના આ પ્રાચીન યુગ સાથે જોડાવાની તક મળી. ભગવાન શ્રી કૃષ્ણ આપણને સૌને આશીર્વાદ આપે.

પીએમ મોદીએ આ અગાઉ આજે સવારે ઓખાને બેટ દ્વારિકા બચ્ચે બનેલા 2.32 કિ.મી. લાંબા સુદર્શન સેતુનું ઉદ્દઘાટન કર્યું હતું.

સેતુનું ઉદ્દઘાટન કર્યા પહેલાં વડાપ્રધાને બેટ દ્વારિકામાં મંદિરમાં પૂજાવિધિ કરી હતી. ત્યારબાદ દ્વારિકા પહોંચીને ત્યાં પણ દ્વારિકાધીશની પૂજા કરી હતી. જોકે, પાણીમાં ડૂબેલી શ્રી કૃષ્ણની નગરીમાં પોતે દર્શન કરવા જશે કે નહીં એ વિશે અગાઉથી કોઈ જાહેરાત કરી નહોતી. પરંતુ વ્યવસ્થા મુજબ તેઓ દરિયામાં ડૂબકી લગાવીને દર્શન કરીને આવ્યા પછી સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી હતી.

યાદ રહે, થોડા મહિના પહેલાં દક્ષિણ ભારતમાં રામ સેતુની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી લક્ષદ્વીપ ગયા હતા અને ત્યાંના દરિયા કિનારે ટહેલવા ઉપરાંત સ્કૂબા ડાઈવિંગ પણ કર્યું હતું. ત્યારથી માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના પ્રવાસીઓમાં લક્ષદ્વીપ જવાની ઉત્સુકતા ફેલાઈ ગઈ છે.

હવે, શક્ય છે કે, વડાપ્રધાને પાણીમાં ડૂબેલી દ્વારિકાના દર્શન કર્યા છે ત્યારે દેશ અને દુનિયાના કૃષ્ણભક્તો પણ ત્યાં પહોંચવાનો પ્રયાસ કરશે.

થોડા દિવસ પહેલાં જ ગુજરાત સરકારે પણ વિશેષ સબમરીન દ્વારા ડૂબેલી દ્વારિકાના દર્શન કરાવવાની યોજના બનાવેલી છે એ અનુસંધાને જ કદાચ વડાપ્રધાને આજે આ સાહસ કરીને સૌને પ્રોત્સાહિત કર્યા હોઈ શકે.

દરિયાની 300 ફૂટ નીચે સબમરીનમાંથી દ્વારકા જોવા મળશે, જાણો ક્યારથી થશે અલૌકિક દર્શન

આ પણ વાંચોઃ વડાપ્રધાનની ‘મન કી બાત’માં ત્રણ મહિનાનો બ્રેક, 110મા હપ્તામાં નવા મતદારોને બતાવ્યું 18-18નું કનેક્શન

Back to top button