સ્વામી વિવેકાનંદને યુવાનો પર ભરોસો હતો, મને તેમની વાત પર આસ્થા છેઃ પીએમ મોદી
નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2025: સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, સ્વામીજી કહેતા હતા કે મને યુવા પેઢીમાં વિશ્વાસ છે. મારા કાર્યકરો યુવા પેઢીમાંથી આવશે. જેમ વિવેકાનંદજીને તમારામાં વિશ્વાસ હતો, તેમ મને પણ વિવેકાનંદજીમાં વિશ્વાસ છે. મને તેમની દરેક વાત પર વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોદીના મતે સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનો માટે જે કંઈ વિચાર્યું અને કહ્યું છે તેમાં મને પૂર્ણ વિશ્વાસ છે.
પીએમ મોદીએ કહ્યું, ‘જો વિકસિત ભારતનો વિચાર આપણા દરેક નિર્ણય, પગલા અને નીતિનું માર્ગદર્શન કરે, તો દુનિયાની કોઈ શક્તિ આપણને વિકાસ કરતા રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે આજે ભારતના યુવાનોની ઉર્જાએ ભારત મંડપમને ઉત્સાહથી ભરી દીધું છે.
પીએમ મોદીએ કહ્યું સમયના ચક્રને જુઓ. આ ભારત મંડપમમાં જ્યાં તમે બધા ભેગા થયા છો. વૈશ્વિક નેતાઓ વિશ્વના ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા. મારું સૌભાગ્ય છે કે આજે હું એ જ જગ્યાએ છું જ્યાં દેશના યુવાનો ભારતના આગામી 25 વર્ષ માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે.
#WATCH | Delhi: Addressing the Viksit Bharat Young Leaders Dialogue 2025, PM Modi says, “… When India became a 2 trillion economy, our infrastructure budget was less than Rs. 2 lakh crores but various development projects expanded. When India became Rs. 3 trillion economy, the… pic.twitter.com/fBRH4V6syS
— ANI (@ANI) January 12, 2025
પોતાના સંસ્મરણો વર્ણવતા પીએમ મોદીએ કહ્યું, થોડા મહિના પહેલા હું મારા નિવાસસ્થાને યુવા ખેલાડીઓના એક જૂથને મળ્યો હતો. તેમાંથી એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું, મોદીજી, તમે દુનિયા માટે વડાપ્રધાન હોઈ શકો છો. પરંતુ અમારી માટે વડાપ્રધાનનો અર્થ ‘શ્રેષ્ઠ મિત્ર’ થાય છે. મને તમારા પર ખૂબ વિશ્વાસ છે. આ વિશ્વાસ જ વિકાસશીલ ભારતના યુવા નેતાઓના સંવાદને આગળ ધપાવે છે. મારું માનવું છે કે ભારતના યુવાનોની શક્તિથી, ભારત ટૂંક સમયમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે.
આ પણ વાંચોઃ અમરેલી લેટર કાંડને લઈ સાંસદ રૂપાલાએ શું આપ્યું મોટું નિવેદન?