ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

USમાં મુસ્લિમોના અધિકારો વિશે પુછતા PM મોદીએ આપ્યો આવો જવાબ

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાતની સાથે જ ભારતમાં મુસ્લિમો અને લઘુમતીઓની ચર્ચા શરૂ થઈ ગઈઇલ્હાન ઓમર સહિત કેટલાક અમેરિકી ધારાસભ્યોએ ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારનો આરોપ લગાવતા પીએમ મોદીના ભાષણનો બહિષ્કાર કર્યો હતો, ત્યારબાદ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ મુસ્લિમો વિશે સવાલો પૂછવાની વાત કરી હતી. આ સમગ્ર ચર્ચા વચ્ચે જ્યારે પીએમ મોદી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા ત્યારે એક પત્રકારે તેમને આ અંગે સવાલ પૂછ્યો. જેનો પીએમ મોદીએ ખૂબ જ વિગતવાર જવાબ આપ્યો. 

વડાપ્રધાન મોદીને પુછાયો આ પ્રશ્નઃ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા, જ્યાં અમેરિકન પત્રકારોએ તેમને સવાલ કરવાનું શરૂ કર્યું હતું. એક પત્રકારે આ દરમિયાન પૂછ્યું – દુનિયાભરના નેતાઓએ લોકશાહી બચાવવાનો સંકલ્પ લીધો છે. તો તમે અને તમારી સરકાર મુસ્લિમો અને અન્ય લઘુમતીઓના અધિકારોના રક્ષણ અને વાણી સ્વાતંત્ર્યને બચાવવા માટે શું કરી રહ્યા છો?

લોકશાહી અમારી નસોમાંઃ આ સવાલના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકશાહી અમારી નસોમાં છે અને જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. મોદીએ કહ્યું કે અમારી સરકાર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના સિદ્ધાંત પર ચાલે છે અને ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં કોઈ ભેદભાવ નથી. પીએમ મોદીએ કહ્યું કે, લોકશાહી અમારી નસોમાં છે. આપણે લોકશાહી જીવીએ છીએ. આપણા વડવાઓએ બંધારણને શબ્દોમાં રજૂ કર્યું છે. જ્યારે આપણે લોકશાહી જીવીએ છીએ, ત્યારે ભેદભાવનો કોઈ પ્રશ્ન જ નથી.”

આ પણ વાંચોઃ US સંસદમાં PM મોદીનું નિવેદન,ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

Back to top button