PM મોદીએ સંસદ સત્ર ચલાવવા માટે તમામ પક્ષો પાસેથી માંગ્યો સહયોગ
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા PM મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે દેશ આઝાદીના અમૃતમાં આગળ વધી રહ્યો છે. ભારતને G20ના અધ્યક્ષ બનવાની તક મળવા પર ખુશી વ્યક્ત કરતા PM મોદીએ કહ્યું કે, વિશ્વને દેશ પાસેથી અપેક્ષાઓ છે.
In this session, efforts will be made to take important decisions while keeping in mind taking the country to new heights of development & new opportunities to take the country forward amid current global situation. I'm confident that all parties will add value to discussions: PM pic.twitter.com/j4l4jHPHTj
— ANI (@ANI) December 7, 2022
PM મોદીએ કહ્યું, આજે શિયાળુ સત્રનો પહેલો દિવસ છે. 15 ઓગસ્ટે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા અને આપણે આઝાદીના અમૃતમાં આગળ વધી રહ્યા છીએ. આજે અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે ભારત G20ની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. PMએ વધુમાં કહ્યું કે, જે રીતે ભારતે વૈશ્વિક સમુદાયમાં સ્થાન બનાવ્યું છે, જે રીતે ભારત પાસેથી અપેક્ષાઓ વધી છે અને જે રીતે ભારત વૈશ્વિક મંચ પર તેની ભાગીદારી વધારી રહ્યું છે, તેવા સમયે G-20 પ્રેસિડન્સી મેળવવી ભારત માટે. ખૂબ મોટી વાત છે.
PM મોદીએ વિપક્ષને કહ્યું
પીએમ મોદીએ કહ્યું, આ સત્રમાં ભારતને આગળ લઈ જવા, દેશને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, મને ખાતરી છે કે તમામ રાજકીય પક્ષો ચર્ચાને વધુ મૌલિક સ્વરૂપ આપશે, તેમના વિચારો સાથે નિર્ણયોને નવી તાકાત આપશે. દિશાને વધુ સ્પષ્ટ રીતે પ્રકાશિત કરવામાં મદદ કરશે.
PM મોદીએ વધુમાં કહ્યું કે, જ્યારે પણ મેં તમામ સાંસદો સાથે અનૌપચારિક બેઠકો કરી છે, ત્યારે તેઓ કહે છે કે ગૃહમાં હંગામો થયા બાદ ગૃહ સ્થગિત થઈ જાય છે, જેના કારણે અમે સાંસદોને ઘણું નુકસાન થાય છે. યુવા સંસદ સભ્યોનું કહેવું છે કે ગૃહની કામગીરી ન થવાને કારણે તેઓ જે શીખવા માગે છે તે શીખતા નથી.