ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભૂતકાળમાં ગુજરાતનું બજેટ હતુ તેનાથી વઘારે રકમના આજે શિલાન્યાસ કર્યા: PM Modi

Text To Speech

PM મોદી ગુજરાત પ્રવાસે છે. જેમાં આજે જામનગરમાં પહેલી વખત રોડ-શો કર્યો છે. જેમાં દિગ્જામ સર્કલથી રોડ-શો શરુ થયો હતો. રોડ શોમાં હજારો લોકો ઉપસ્થિત રહ્યાં છે. તથા સભા સ્થળે એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીનો મહોલ જામ્યો છે ત્યારે જામનગરમાં કુલ 1448 કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેમાં સૌની યોજનાના લિન્ક -3ના 7 માં પેકેજનું લોકાર્પણ સહિત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

જામનગરે વટ પાડી દીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરના દીગજં સર્કલથી પાઈલોટ બંગલા સુધી ભવ્ય રોડ શો યોજ્યો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જનતાને સંબોધતા કહ્યું કે, જામનગરે વટ પાડી દીધો, મને એરપોર્ટથી અહીં આવતા મોડું એટલે થયું કે રસ્તામાં તમે ભવ્ય સ્વાગત અને આશીર્વાદ આપ્યા છે. ક્યારે ન ભુલાઈ તેવો ઉમળતો ઉમંગ જોવા મળ્યો છે. ખૂબ મોટા પાયે માતા અને બહેનોની હાજરી હતી. બહેનોના આશીર્વાદ હોય તેનાથી મોટું ધરતી પર મને પુણ્ય કયું હોય ભાઈ.

છોટી કાશીના આશીર્વાદ અને મોટી કાશીનો સાંસદ

PM મોદીએ જનસભાને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતુ કે છોટી કાશીના આશીર્વાદ અને મોટી કાશીનો સાંસદ. માતાઓએ મને આશીર્વાદ આપ્યા છે. તથા જનતાએ મારૂ ભવ્ય સ્વાગત કર્યુ છે. ગુજરાતના વિકાસને વિસ્તાર આપવાનો અનુભવ થયો છે. એવું લાગતું હતુ કે, હવે ગુજરાત ઉભું નહીં થાય. આજે ગુજરાત દેશની ગતી આપી રહ્યું છે. આતો ખમીરવંતી પ્રજા છે. ગુજરાતની ધરતી ખમીરવંતી છે. સૌરાષ્ટ્ર – કચ્છને ભૂકંપે રગદોળી નાખ્યું હતુ. જેમાં જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને સત સત નમન. ભૂકંપમાં પ્રાણ ગુમાવનારની સ્મૃતિમાં વન બન્યું છે.

ટાઉનહોલ સુધીનો રસ્તો 27 કલાક માટે બંધ

આ રોડ શો જામનગરના દિગ્જામ સર્કલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી યોજાયો હતો. રોડ શોના રૂટમાં 12 સ્થળોએ કલાકારો વિવિધ પ્રકારની કલાકૃતિઓ રજુ કરી હતી. વડાપ્રધાનના રોડ શોને લઈને સાત રસ્તાથી ટાઉનહોલ સુધીનો રસ્તો 27 કલાક માટે બંધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન કરોડોના વિકાસકામોનું લોકાર્પણ કરવા માટે જામનગર પધાર્યા છે.

Back to top button