- વડાપ્રધાન મોદી રવિવારે સુરત આવશે
- દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ હાજર રહેશે
- ડાયમંડ બુર્સની આસપાસનો બે કિ.મીમાં નો ડ્રોન ઝોન
વડાપ્રધાન મોદી સુરતની મુલાકાતે આવશે જેમાં તંત્ર તૈયાર થયુ છે. PM મોદી રવિવારે સુરત આવશે. તેમાં વડાપ્રધાન મોદી નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરશે. તેથી સુરતમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યું છે. ડાયમંડ બુર્સની આસપાસનો બે કિ.મીમાં નો ડ્રોન ઝોન છે.
આ પણ વાંચો: ગુજરાતમાં તાપમાનનો પારો વધ્યો, જાણો ઠંડી અંગે અંબાલાલ પટેલે શું કરી આગાહી
ડાયમંડ બુર્સની અંદર-બહારનો વિસ્તાર નો ડ્રોન ફલાય ઝોન જાહેર
ડાયમંડ બુર્સની અંદર-બહારનો વિસ્તાર નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ડાયમંડ બુર્સથી એરપોર્ટ સુધી કંઈ પણ ઉડાવી શકાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં 17 ડિસેમ્બરે નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્ધાટન કરશે. સાથે જ એરપોર્ટના નવા વિસ્તરણ યોજનાનું અનાવરણ કરે તેવી શક્યતા છે. હીરા બુર્સનું 66 લાખ ચોરસ ફૂટનું શાનદાર બિલ્ડિંગ બનાવાયું છે. 15 માળના 9 ટાવરમાં અંદાજે 4 હજાર 500 ડાયમંડ ટ્રેડિંગની ઓફિસો છે. PM મોદી રવિવારે સુરત આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઇ તંત્ર તૈયાર છે. ત્યારે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. તેમાં અજયકુમાર તોમારે સુરતમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યું છે. ડાયમંડ બુર્સની આસપાસનો બે કિ.મીમાં નો ડ્રોન ઝોન છે.
આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ હાજર રહેશે
સહકારી ધોરણે 3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના ઉદ્ધાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. ઉદ્ધાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદ્ઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હિરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે.