PM મોદીએ પેલેસ્ટિનના વડા સાથે વાત કરીને અલ અહલિ હોસ્પિટલ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનના પ્રમુખ સાથે કરી ટેલિફોન પર વાત
- PMએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં થયેલી જાનહાનિ પર શોક કર્યો વ્યક્ત
- ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે : PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેલેસ્ટાઇનના પ્રમુખ સાથે વાત કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો તેમજ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની લાંબાગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો. જેને પગલે પેલેસ્ટાઇનના પ્રમુખ અબ્બાસે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.
ગાઝામાં કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર પ્રધાનમંત્રીએ ઊંડી ચિંતા કરી વ્યક્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનાં પ્રમુખ મહામહિમ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી. જેમાં પ્રધાનમંત્રીએ ગાઝામાં આવેલી અલ અહલી હોસ્પિટલમાં થયેલી દુર્ઘટનાને પગલે નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. PM મોદીએ ઇઝરાયલ-પેલેસ્ટાઇનનાં મુદ્દે ભારતની લાંબાગાળાની અને સૈદ્ધાંતિક સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો. પેલેસ્ટાઇનનાં પ્રમુખ મહમૂદ અબ્બાસે પરિસ્થિતિ અંગેના તેમના મૂલ્યાંકનને શેર કર્યું હતું. જેમાં પેલેસ્ટાઇનનાં પ્રમુખે ભારતનાં સમર્થન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને ભારતની સ્થિતિની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ભારત પેલેસ્ટાઇનનાં લોકો માટે માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે.” ત્યારબાદ બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
અલ અહલી હોસ્પિટલમાં હવાઈ હુમલાને કારણે 500થી વધુ લોકો માર્યા ગયા !
ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ઉગ્ર બન્યું છે. તે દરમિયાન આ યુદ્ધમાં બુધવારે ગાઝાની એક હોસ્પિટલ પર હવાઈ હુમલો થયો હતો. જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હોવાની માહિતી મળી હતી. હમાસે આ હુમલાને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલો નરસંહાર ગણાવવામાં આવ્યો હતો જ્યારે ઈઝરાયેલે આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઈન્કાર કર્યો હતો. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે આ દુર્ઘટના હમાસના રોકેટના મિસફાયરને કારણે થઈ હતી.
આ પણ વાંચો :હમાસ જેવા આતંકવાદી-પુતિન જેવા જુલમીને જીતવા નહીં દઈએ : US પ્રમુખ