ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદી વારંગલમાં બોલ્યા- નવા લક્ષ્ય માટે નવા રસ્તા બનાવવા પડે છે

વારંગલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે તેલંગાણાના વારંગલ પહોંચ્યા હતા. વડાપ્રધાને વારંગલમાં વિભિન્ન વિકાસ કાર્યોનું ઉદ્ધાટન કર્યું. આ દરમિયાન તેમના સાથે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પણ હાજર રહ્યાં હતા. આનાથી પહેલા પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે વારંગર જઈ રહ્યો છું, જ્યાં 6,100 કરોડ રૂપિયાથી વધારેની વિકાસ યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં રાજમાર્ગથી લઈને રેલવે સુધી વિભિન્ન ક્ષેત્રોની પરિયોજનાઓ સામેલ છે, જે તેલંગાણાના લોકોને લાભ પહોંચાડશે.

પીએમે કહ્યું કે જ્યારે આજે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી આર્થિક શક્તિ બન્યું છે, તો તેમાથી પણ તેલંગાણાના લોકોની મોટી ભૂમિકા છે. એવામાં જ્યારે આખી દુનિયા ભારતમાં રોકાણ કરવા આવી રહી છે, તે સમયે તેલંગાણા સામે અવસર જ અવસર છે. વિકસશીલ ભારતને લઈને લોકોમાં ઉત્સાહ છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પહેલાથી અનેક ગણી ઝડપથી થઇ રહ્યું છે કામ- પીએમ મોદી

વારંગલમાં વડાપ્રધાને કહ્યું કે, નવા લક્ષ્ય માટે નવા રસ્તા પણ બનાવવા પડે છે. ભારતનો તેજ વિકાસ જૂના ઈન્ફાસ્ટ્રક્ચર પર સંભવ નથી, તેથી આપણી સરકાર પહેલાથી ઘણી જ વધારે સ્પીડ અને સ્કેલ પર કામ કરી રહી છે. પીએમે કહ્યું કે, આજે દરેક પ્રકારે ઈન્ફાસ્ટ્રક્ચર માટે પહેલાથી ખુબ જ ઝડપથી કામ થઇ રહ્યું છે. આજે આખા દેશમાં હાઈવે, એક્સપ્રેસ, ઇકોનોમિક કોરિડોર, ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરની જાળ પથરાઇ રહી છે.

આપણા માટે સુવર્ણકાળ આવ્યો છે – પીએમ મોદી

વારંગલમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજનો ભારત એક નવું ભારત છે. ઘણી બધી ઉર્જાથી ભરપૂર. 21મી સદીના આ ત્રીજા દાયકામાં એક સુવર્ણકાળ આપણી સામે આવ્યો છે. આપણે આ તકની દરેક ક્ષણનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ઝડપી વિકાસની સંભાવનામાં દેશનો કોઈ ખૂણો પાછળ ન રહેવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે આ શક્યતાઓને વેગ આપવા માટે છેલ્લા 9 વર્ષોમાં ભારત સરકારે તેલંગાણાના વિકાસ અને કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ શ્રેણીમાં આજે તેલંગાણાની કનેક્ટિવિટી અને ઉત્પાદન સંબંધિત 6 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિંસા યથાવત્, બરવિટા પ્રાથમિક શાળામાં અથડામણમાં ત્રણના મોત

Back to top button