શી જિનપિંગ અને શહેબાઝ શરીફની હાજરીમાં બોલ્યા પીએમ મોદી- કેટલાક દેશ બોર્ડર પાર…!
નવી દિલ્હી: ભારતની અધ્યક્ષતામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCO સમિટ મંગળવારે વર્ચ્યુઅલ રીતે શરૂ થઈ ગઈ છે. આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પણ ભાગ લીધો હતો.
પીએમ મોદીએ આ નેતાઓની હાજરીમાં ઉગ્રવાદી ગતિવિધિઓને નિશાન બનાવી હતી.આ વર્ષે ભારત SCO સમિટનું આયોજન કરી રહ્યું છે. મંગળવારે SCO સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 2 દાયકામાં SCO સમગ્ર એશિયાઈ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અમે અમારા પ્રયાસો બે મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત કર્યા છે, પહેલું વસુધૈવ કુટુંબકમ અને બીજું સિક્યોર એટલે કે સુરક્ષા, આર્થિક વિકાસ અને અન્ય અમારા SCOનું વિઝન છે.
अफ़ग़ानिस्तान को लेकर भारत की चिंताएं और अपेक्षाएं SCO के अधिकांश देशों के समान हैं। pic.twitter.com/WTTj2EQCPP
— PMO India (@PMOIndia) July 4, 2023
તેમણે કહ્યું કે આ અભિગમ સાથે ભારતે SCOમાં સહયોગના 5 નવા સ્તંભ બનાવ્યા છે. જેમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન, પરંપરાગત દવા, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશ અને અન્ય. પીએમ મોદીએ કહ્યું, “આતંકવાદ કોઈપણ સ્વરૂપમાં હોય, કોઈપણ અભિવ્યક્તિમાં હોય, આપણે તેની સામે સાથે મળીને લડવું પડશે.”
પીએમ મોદીએ કહ્યું, “કેટલાક દેશો તેમની નીતિઓ તરીકે સરહદ પારના આતંકવાદનો ઉપયોગ કરે છે. આતંકવાદીઓને આશ્રય આપે છે. એસસીઓએ આવા દેશોની ટીકા કરતા અચકાવું જોઈએ નહીં.
भारत ने SCO में सहयोग के पाँच नए स्तंभ बनाए हैं। pic.twitter.com/Av9xsd1ooF
— PMO India (@PMOIndia) July 4, 2023
SCO સમિટમાં PM મોદીએ બીજું શું કહ્યું?
વિવાદો, તણાવ અને મહામારીથી ઘેરાયેલા વિશ્વના તમામ દેશો માટે એક મોટો પડકાર છે.
SCO ના અધ્યક્ષ તરીકે ભારતે આપણા બહુ-આયામી સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સતત પ્રયત્નો કર્યા છે.
અમે આ તમામ પ્રયાસો 2 મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત કર્યા છે.
અફઘાનિસ્તાન અંગે ભારતની ચિંતાઓ અને અપેક્ષાઓ મોટાભાગના SCO દેશો જેવી જ છે.
આ પણ વાંચો-શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને નડ્યો અકસ્માત; લોહી રોકવા કરવી પડી સર્જરી