ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીએ નેપાળના પીએમ પ્રચંડ સાથે વાત કરી, દ્વિપક્ષીય સહયોગ પર થઈ ચર્ચા

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તેમના નેપાળના સમકક્ષ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ સાથે ફોન પર વાત કરી હતી અને બંને દેશો વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભારત-નેપાળ સહકારના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. મોદી અને પ્રચંડ વચ્ચેની ફોન પર વાતચીત બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાનો એક ભાગ છે.

પ્રગતિ અંગે ચર્ચા: વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બંને નેતાઓએ ભારત-નેપાળ દ્વિપક્ષીય સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી અને નેપાળના વડા પ્રધાન પ્રચંડની 31 મેથી 3 જૂન, 2023 દરમિયાન ભારતની મુલાકાત દરમિયાન યોજાયેલી મંત્રણા બાદ થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરી હતી. જેથી દ્વિપક્ષીય ભાગીદારીને આગળ લઈ જઈ શકાય અને મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય.

ભાગીદારી વધુ મજબૂત: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, “નેપાળના વડા પ્રધાન સાથે આજે વાત કરીને આનંદ થયો. 1 જૂનના રોજ નવી દિલ્હીમાં અમારી ફળદાયી વાતચીતના આધારે, અમે અમારી ચર્ચાઓમાંથી મહત્વપૂર્ણ નિર્ણયોના અમલીકરણને ઝડપી બનાવવાની જરૂરિયાત પર સંમત થયા છીએ. આનાથી ભારત અને નેપાળ વચ્ચે બહુપક્ષીય ભાગીદારી વધુ મજબૂત થશે.”

સમજૂતીઓ પર હસ્તાક્ષર: નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 31 મેથી 3 જૂન સુધી ભારતની સત્તાવાર મુલાકાતે હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સાથે પીએમ મોદી અને દહલ વચ્ચેની વાતચીતમાં મહાકાલી નદી પર ભારતના બે પુલ બનાવવા પર સહમતિ બની હતી. તે જ સમયે, રેલ લિંક પર પણ બે કરાર કરવામાં આવ્યા હતા. આ સાથે ભારતે સ્પેસ સેક્ટરમાં નેપાળની મદદનું આશ્વાસન આપ્યું હતું. સાથે જ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ, એગ્રીકલ્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. 

આ પણ વાંચોઃ international friendship day: શા માટે અને કેવી રીતે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની શરૂઆત થઈ?

 

Back to top button