પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ વિજેતા નવદીપની કેપ પહેરવા જમીન પર બેસી ગયા PM મોદી, જુઓ વીડિયો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સના એથ્લિટ્સ સાથે કરી મુલાકાત
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પેરિસ પેરાલિમ્પિક્સમાંથી પરત ફરેલા એથ્લિટસને મળીને બધાના દિલ જીતી લીધા. આ દરમિયાન પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા નવદીપ સિંહની PM સાથેની મુલાકાતનો વીડિયો વાયરલ થયો છે. નરેન્દ્ર મોદી આ મુલાકાતમાં ન માત્ર નવદીપ સિંહને તેમના વાયરલ વીડિયો પર સવાલો પૂછે છે પરંતુ જમીન પર બેસીને તેના હાથથી કેપ પણ પહેરે છે.
જૂઓ આ વીડિયો
View this post on Instagram
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કર્યો વીડિયો
પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. PMના હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ મુલાકાતનો એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં પીએમ મોદી પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જેવલીન થ્રોઅર નવદીપ સિંહ સાથે વાત કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરીને લખવામાં આવ્યું છે કે, ‘મારા મિત્ર અને ભારતનું ગૌરવ નવદીપ સિંહ.’
નવદીપ સિંહ જેમ વડાપ્રધાન મોદીની નજીક પહોંચે છે અને તેમનું અભિવાદન કરે છે, ત્યારે PM હસતા હસતા તેમના વાયરલ વીડિયો વિશે પૂછે છે, ‘તમે તમારો વીડિયો જોયો છે? લોકો શું કહે છે? શું બધાને ડર લાગે છે? તમે આટલી આક્રમકતા સાથે કેવી રીતે પ્રદર્શન કરો છો?’ જેના જવાબમાં નવદીપ સિંહે કહ્યું કે, ‘છેલ્લી વખતે હું ચોથા ક્રમે હતો. તેથી…અને મેં પેરિસ જતા પહેલા તમને વચન આપ્યું હતું અને હવે વચન પૂરું થયું છે.
ત્યારબાદ નવદીપ સિંહે પીએમ મોદીને કેપ આપી. નવદીપે કહ્યું કે, ‘હું તમને એક કેપ આપવા માંગુ છું.’ આ સાંભળીને PM આડા પગે જમીન પર બેસી ગયા. ત્યારપછી નવદીપ સિંહ તેને કેપ પહેરાવે છે. લાંબી વિશ લિસ્ટ લઈને આવેલા નવદીપ આ પછી પીએમ પાસેથી પોતાના હાથ પર ઓટોગ્રાફ માંગે છે. જ્યારે પીએમ તેમના જમણા હાથ પર સહી કરવાનું શરૂ કરે છે, ત્યારે નવદીપ તેમને રોકે છે અને કહે છે, સર, આ હાથ (ડાબા) પર. આ પછી પીએમ તેમને ઓટોગ્રાફ આપે છે અને કહે છે, ‘સારું, તમે પણ મારા જેવા જ છો.’