ગુજરાતટોપ ન્યૂઝ

વડાપ્રધાન મોદી, ‘સુરત પાસેથી ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી પણ શીખવી જોઇએ’

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ખેડૂતોના દ્વારા કરવામાં આવેલા કાર્યોના વખાણ કર્યા અને તેની સાથે જ દેશભરના ખેડૂતોને આ દિશામાં આગળ વધાવની પણ સલાહ આપી છે. તેમજ
‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’માં ગુજરાતના વખાણ કરતા કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવેલા ખેડૂત સાથીઓ અને સરપંચ સાથીઓને અભિનંદન પાઠવ્યા.

સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આજે ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત સહિત સીઆર પાટીલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી મુકેશ પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમમાં ખુદ વડાપ્રધાન મોદી પણ વર્ચ્યુઅલી જોડાયા છે.

વડાપ્રધાન મોદીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં થોડાંક મહિના પહેલાં જ નેચરલ ફાર્મિંગના વિષય પર નેશનલ કોન્કલેવનું આયોજન થયું હતું. આ આયોજનમાં પૂરા દેશના ખેડૂતો જોડાયા હતા. પ્રાકૃતિક ખેતીને લઇને દેશમાં કેટલું મોટું અભિયાન ચાલી રહ્યું છે તેની ઝલક તેમાં જોવા મળી હતી. ત્યારે આજે એકવાર ફરી સુરતમાં આ મહત્વપૂર્ણ કાર્યક્રમ એ એ વાતનું પ્રતિક છે કે ગુજરાત કેવી રીતે દેશના અમૃત સંકલ્પોને ગતિ આપી રહ્યું છે. દરેક ગ્રામ પંચાયતમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના મિશનમાં સુરતની સફળતા પૂરા દેશ માટે એક ઉદાહરણ બનવા જઇ રહી છે. એની માટે હું સુરતના લોકોને વિશેષ અભિનંદન પાઠવું છું.

તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી આગળ વધી રહી છે. હું પ્રાકૃતિક ખેતી મિશનને ખૂબ નજીકથી જોઇ રહ્યો છું. પ્રાકૃતિક ખેતી આર્થિક સફળતાનું પણ એક માધ્યમ છે. હું પ્રાકૃતિક ખેતી સંમેલનના આ અવસર પર આ અભિયાન સાથે જોડાયેલ દરેક વ્યક્તિને, આપણા દરેક ખેડૂત સાથીઓને અનેક-અનેક શુભકામના પાઠવું છું. જે ખેડૂત સાથીઓ અને સરપંચ સાથીઓને આજે સન્માનિત કરવામાં આવ્યા તેમને પણ હું અભિનંદન પાઠવું છું.

Surat Krushi Concleve 01

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોરોનાની મહામારીમાં પણ ફ્રી વેક્સિનેશન, ફ્રી રાશનની વ્યવસ્થા કરાઈ. પ્રકૃતિ તરફ પાછા વળવાનો સમય આવ્યો છે. PM મોદીએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનું કહ્યું છે. અત્યારના રોગોમાંથી બહાર આવવું હોય તો તેનો ઇલાજ પ્રાકૃતિક ખેતી છે.

Back to top button