ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિરોધીઓ પર PMના વાગ્બાણઃ “પહેલાની સરકાર ગુજરાતના પ્રોજેક્ટ જોઈ ફાઈલને તાળા મારી દેતી”

Text To Speech

પ્રધાનમંત્રી મોદીએ આટકોટમાં નામ લીધા વગર વિપક્ષ પર નિશાન સાધ્યું. વાગ્બાણ વરસાવતા પીએમ મોદીએ કહ્યું કે “દિલ્લીમાં એક સમયે એવી સરકાર હતી કે અહીંના પ્રોજેક્ટમાં એને મોદી જ દેખાતા, મગજ ફટકે એટલે ફાઈલને તાળુ મારી દે. પીએમે વધુમાં કહ્યું, “હવે, કે.ડી. પરવાડિયા હોસ્પિટલનો શુભારંભ થયો છે. આ હોસ્પિટલ સૌરાષ્ટ્રના સ્વાસ્થ્યને સુધારવાનો પ્રયાસ કરશે. સરકાર સાથે જનતાનો સાથ મળે એટલે હિંમત પણ વધે છે.”

મોસાળે જમણવાર ને મા પીરસનાર-PM
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે “હોસ્પિટલના દાતાઓને અભિનંદન, તેમની માતાઓને અભિનંદન, જેમણે આવા પુત્રોને જન્મ આપ્યો, આવા ઉનાળાના તાપમાં બહેનોએ માથા પર કળશ લઈ મારું સ્વાગત કર્યું એ બદલ તેમનો પણ આભાર માનું છું.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આપણે નિયમ બદલ્યો કે ડૉક્ટર અને એન્જિનિયર બનવું હોય તો માતૃભાષામાં થઈ શકે, મોસાળે જમણવાર ને મા પીરસનાર હોય તેમ આ ડબલ એન્જિનની સરકાર છે. આખી દુનિયામાં સરદાર પટેલનું નામ ગુંજી રહ્યું છે. વિશ્વનું મોટામાં મોંટું સ્ટેચ્યૂ સરદાર પટેલ સાહેબનું બનાવ્યું છે. મેડિકલમાં પહેલા 1100 બેઠક હતી, હવે 8000 થઈ ગઈ. પહેલા અંગ્રેજી મીડિયમમાં જ ડૉક્ટર બની શકાતું હતું, પણ હવે માતૃભાષામાં ભણીને ડૉક્ટર થઈ શકાય છે.”

પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યુ કે “ભાજપની સરકારે આઠ વર્ષ પુરા કર્યા છે. આજે ગુજરાતની ધરતી પર આવ્યો છું, બાપુ અને સરદાર પટેલની ધરતી છે, એઇમ્સનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 3 કરોડ ગરીબને પાકા મકાન, 10 કરોડને ખુલ્લામાં શૌચમાંથી મુક્તિ, 6 કરોડ પરિવારને નલ સે જલ, 50 કરોડ લોકોને મફત સારવાર આ ફક્ત આકડા નથી પણ ગરીબની ગરીમા સુનિશ્ચિત કરવાનું અમારૂ પ્રમાણ છે. 2001માં રાજકોટમાં મને મોકો આપ્યો ત્યારે 9 જ મેડિકલ કોલેજ હતી. આજે 30 મેડિકલ કોલેજ આપી છે. નવી પેઢીને કહેજો આપણે આ કરી બતાવ્યું છે.” આ સિવાય સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ પ્રધાનમંત્રીએ લોકોને માહિતી આપી હતી.

Back to top button