ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અમેરિકાના વ્હાઈટ હાઉસમાં PM મોદીનું નિવેદન, ‘આજે 140 કરોડ ભારતીયોને મળ્યું સન્માન’

Text To Speech

અમેરિકા પ્રવાસે ગયેલા PM મોદીનું વ્હાઇટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાઈડેન દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, લોકોને સંબોધતા પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેનનો આભાર માન્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે મને વ્હાઇટ હાઉસમાં જે સન્માન મળ્યું તે ભારતના 140 કરોડ લોકોનું સન્માન છે. આ માટે હું જો બાઈડેન અને જીલ બાઈડેનનો આભાર વ્યક્ત કરું છું.

ભારતીયો માટે ખુલ્યા વ્હાઈટ હાઉસના દરવાજા- PM મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ દાયકા પહેલા જ્યારે હું અમેરિકા આવ્યો હતો ત્યારે મેં વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. તેમણે કહ્યું કે હું પીએમ રહીને ઘણી વખત અમેરિકા આવ્યો છું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આટલા ભારતીય અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોને તેમની વિવિધતા પર ગર્વ છે.

અમારો પાયો લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત- PM મોદી

PM મોદીએ કહ્યું કે અમારો પાયો લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત છે. વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની ક્ષમતાને વધારવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણી મિત્રતા વિશ્વની પૂરક બની રહેશે. વિદેશી ભારતીયો અમેરિકાનું ગૌરવ વધારી રહ્યા છે. અમે સૌનું કલ્યાણ અને સર્વનું કલ્યાણ કરવામાં માનીએ છીએ.

Back to top button