વડાપ્રધાન મોદીએ જાંબુઘોડા ખાતે રૂ.885 કરોડના વિકાસકામોની ભેટ આપતાં કહી મહત્વની વાત
વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલાં વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં રૂ. 885 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. ત્યારે જંગી સભાને સંબોધન કરતા વડાપ્રધાને જણાવ્યું કે, આજે દેશના આદિવાસી સમાજ માટે મહત્વપૂર્ણ દિવસ છે. હજારો શહીદ આદિવાસી ભાઈ બહેનોને શ્રદ્ધા સુમન અર્પણ કરુ છું.
આ પણ વાંચો : PM મોદીની મોરબી મુલાકાત પહેલાં સિવિલ હોસ્પિટલમાં રંગકામ, વિપક્ષે કહ્યું- આ છે ઢાંકપિછોડો મોડલ
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, જાંબુઘોડા મારા માટે નવું નથી. આ સાથે જ યુવાનોને કહ્યુંકે, યુવાનોને ખબર નહીં કેવી મુસિબતો હતી. ભરી ભરીને ભેદભાવ ભર્યો હતો. કન્યા કેળવણી માટે અમે ગામે ગામ ફરતા હતા. પહેલાના શાસકોએ ભેદભાવ કર્યો છે. પણ હવે આદિવાસી પરિવારોએ મને સાથ આપ્યો છે.
આદિવાસી દીકરા-દીકરીઓ આગળ વધે એ માટે સરકારે છેલ્લા બે દાયકામાં 11 સાયન્સ કોલેજો, 11 કોમર્સ કોલેજો, 23 આર્ટ્સ કોલેજો અને સેંકડો હોસ્ટેલ્સ બનાવી છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી#Gujarat pic.twitter.com/21c40PLKmn
— Gujarat Information (@InfoGujarat) November 1, 2022
જાંબુઘોડામાં વડાપ્રધાને કહ્યું કે, અગાઉ આદિવાસી વિસ્તારોમાં બાળકોને શાળાએ જવું મુશ્કેલ હતું. ખાણીપીણી, કુપોષણની સમસ્યા હતી પણ હવે બે દશકમાં સમય બદલાયો છે 11 સાયન્સ કોલેજ, 11 કોમર્સ કોલેજ ખોલી છે. 23 આર્ટ્સ કોલેજ, અસંખ્ય હોસ્ટેલ શરૂ કરી છે. શું જોઈએ, કેટલુ જોઈએ તેનો નિર્ણય મારો આદિવાસી કરે છે. ઔદ્યોગિકરણથી આદિવાસી સમાજને રોજગારી મળી છે.
જાંબુઘોડા એ આદિવાસી સમાજના મહાન બલિદાનોનું સાક્ષી રહ્યું છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી#Gujarat pic.twitter.com/f168hmXT6d
— Gujarat Information (@InfoGujarat) November 1, 2022
રોજગારી અને મજૂરી અંગે વાત કરતા મોદીએ કહ્યું કે, પહેલા અહીંના લોકો કચ્છ અને અન્ય વિસ્તારોમાં મજૂરી કરવા જતા. હવે અહીં પ્રોફેશનલ કોર્સ કરેલા યુવાનો જોવા મળે છે. પહેલાની સરકારોને અહીંના બાળકોની ચિંતા ન હતી. અહીં પેઢીઓથી સિકલ સેલની બીમારી હતી. અમારી સરકારના પ્રયાસોથી આ બીમારી દૂર થઈ છે. ભાજપ સરકાર પહેલા આદિવાસી મંત્રાલય જ ન હતો.