ટ્રેન્ડિંગધર્મશ્રી રામ મંદિર

PM મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં લતા દીદીને કર્યા યાદ, શેર કર્યું છેલ્લું ભજન

  • યોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરીને સ્વર કોકિલા લતા મંગેશકરને યાદ કર્યા છે. તેમણે દેશવાસીઓના ફેવરિટ લતા દીદીને યાદ કર્યા છે. 

અયોધ્યા, 17 જાન્યુઆરીઃ 22 જાન્યુઆરીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર સૌની નજર છે. જ્યાં જુઓ ત્યાં જય શ્રીરામના નારા રહ્યા છે. દરેક ભારતીય દીવા પ્રગટાવીને ભગવાન રામનું સ્વાગત કરવા માટે તૈયાર છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને સ્વર કોકિલા લતા મંગેશકરને યાદ કર્યા છે. તેમણે દેશવાસીઓના ફેવરિટ લતા દીદીને યાદ કર્યા છે.

પીએમ મોદીએ લતા દીદીને કર્યા યાદ

પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પીએમ મોદીએ લતા મંગેશકરને યાદ કરતા ટ્વીટમાં લખ્યુ છે કે, દેશ ખૂબ ઉત્સાહ સાથે 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન જે લોકોની ખોટ વર્તાશે તે છે આપણા વ્હાલા લતા દીદી. તેમના દ્વારા ગાયેલો શ્લોક હું શેર કરી રહ્યો છુ. તેમના પરિવારે જણાવ્યુ કે આ તેમનો રેકોર્ડ કરવામાં આવેલો અંતિમ શ્લોક હતો. લતા મંગેશકર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલો અંતિમ શ્લોક ‘શ્રી રામાર્પણ’ છે. જેને તેમણે એટલી સારી રીતે ગાયો છે કે દરેક વ્યક્તિ સાંભળીને મંત્રમુગ્ધ થઈ જાય.

બોલીવુડ સ્ટાર્સને આમંત્રણ મળ્યુ

22 જાન્યુઆરીએ સમગ્ર દેશના લોકો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા ઈચ્છે છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે ઘણી બોલીવુડ હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ લિસ્ટમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કંગના રનૌત, રણદીપ હુડ્ડા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી સામેલ છે.

આ તમામ બોલીવુડ સ્ટાર્સ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે ખૂબ ઉત્સાહી છે. આટલા મોટા અવસરે સ્વર કોકિલાની ખોટ વર્તાવી ખૂબ સ્વાભાવિક છે. લતા મંગેશકરે ખૂબ નાની ઉંમરમાં ગાવાનું શરૂ કરી દીધુ છે. તેમણે પોતાની સિંગિંગ કરિયરમાં અગણિત હિટ ગીત આપ્યા છે. તેઓ આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ ગીતો દ્વારા હંમેશા હૃદયની નજીક રહે છે.

આ પણ વાંચોઃ એશા દેઓલ શું પતિને છૂટાછેડા આપશે? પતિનું ચાલી રહ્યું છે અફેર?

Back to top button