ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષશ્રી રામ મંદિર

પીએમ મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ અને ‘રામ ટિકિટ’ અંગેના પુસ્તકનું વિમોચન કર્યું

Text To Speech

અયોધ્યા, 18 જાન્યુઆરી : અયોધ્યામાં યોજાનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર પર એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ સાથે પીએમે વિશ્વભરમાં ભગવાન રામ પર જારી કરાયેલી ટપાલ ટિકિટોને લગતા પુસ્તકનું પણ વિમોચન કર્યું છે. 48 પાનાના આ પુસ્તકમાં 20 દેશોની ટિકિટો છે. આ પછી પીએમ મોદીએ એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો છે.

પીએમ મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ બહાર પાડી. જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા શબરીનો સમાવેશ છે. પોસ્ટેજ સ્ટેમ્પની ડિઝાઇનમાં રામ મંદિર, ચોપાઈ ‘મંગલ ભવન અમંગલ હરિ’, સૂર્ય, સરયુ નદી અને મંદિરની આસપાસની મૂર્તિઓનો સમાવેશ છે. 48 પાનાના પુસ્તકમાં યુએસ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા અને યુનાઈટેડ નેશન્સ જેવી સંસ્થાઓ સહિત 20 થી વધુ દેશો દ્વારા જારી કરાયેલી ટપાલ ટિકિટો છે.

આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “પોસ્ટલ સ્ટેમ્પની કામગીરી આપણે બધા જાણીએ છીએ પરંતુ પોસ્ટલ સ્ટેમ્પ બીજી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોસ્ટલ સ્ટેમ્પ ઈતિહાસ અને ઐતિહાસિક પ્રસંગોને આગામી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ પણ છે.” આ સાથે જ, 22 જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરમાં રામ લાલની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં મૂકવામાં આવી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી આવી આ ખાસ વસ્તુ, જેનો ઉપયોગ રામલલાની પૂજામાં થશે

Back to top button