PM મોદીને કુવૈતમાં ગાર્ડ ઓફ ઓનર મળ્યું, ભારત-કુવૈત બની શકે છે વ્યૂહાત્મક ભાગીદાર
- પીએમ મોદી છેલ્લા 43 વર્ષમાં કુવૈતની મુલાકાત લેનારા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધી પછી બીજા વડાપ્રધાન છે
નવી દિલ્હી, 22 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈત મુલાકાતના છેલ્લા દિવસે આજે રવિવારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કુવૈતના અમીર શેખ મેશાલ-અલ-અહમદ અલ-જાબેર અલ-સાફાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. PM મોદીને કુવૈતના હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ ‘ધ ઓર્ડર ઓફ મુબારક ધ ગ્રેટ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, PM મોદી તેમની બે દિવસીય ગલ્ફ દેશની મુલાકાતે છે, જે 43 વર્ષમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. તેઓ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાતે છે. તેમણે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી હોવાની પણ વાત કરી.
#WATCH | Kuwait: Prime Minister Narendra Modi receives the highest civilian award ‘The Order of Mubarak the Great’, from the Amir of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al Sabah in Kuwait.
(Source: DD News) pic.twitter.com/LNBIqEsUJc
— ANI (@ANI) December 22, 2024
VIDEO | PM Modi (@narendramodi) receives ceremonial welcome and Guard of Honour in Kuwait.
PM Modi is on his two-day visit to the Gulf nation, the first for any Indian Prime Minister in 43 years. He is visiting Kuwait at the invitation of Kuwaiti Emir Sheikh Meshal Al-Ahmad… pic.twitter.com/BamDkxqseW
— Press Trust of India (@PTI_News) December 22, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન કહ્યું કે, ભારત અને કુવૈત વચ્ચે ગાઢ અને ઐતિહાસિક સંબંધો છે. બંને દેશો સમગ્ર તેલ અને ગેસ ક્ષેત્રમાં તકોની શોધ કરીને તેમના પરંપરાગત ખરીદનાર-વેચનારના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા, જે ચાર દાયકામાં કોઈ ભારતીય વડાપ્રધાન દ્વારા પ્રથમવાર છે. કુવૈત ન્યૂઝ એજન્સી (KUNA)ને આપેલા એક ઇન્ટરવ્યુમાં, PM મોદીએ ગાઝા અને યુક્રેનમાં શાંતિની વહેલી પુનઃસ્થાપના તરફ દોરી શકે તેવા પ્રયાસોને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુદ્ધના મેદાનમાં આવા સંઘર્ષોનો ઉકેલ શોધી શકાતો નથી. વડાપ્રધાન મોદીએ પેલેસ્ટાઈન માટે સાર્વભૌમ, સ્વતંત્ર અને સક્ષમ રાજ્યની સ્થાપના માટે વાતચીત દ્વારા બે-દેશ ઉકેલ માટે ભારતના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ભારત અને કુવૈત વચ્ચે સહકારની અપાર સંભાવનાઓ
કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર અને ચોથું સૌથી મોટું LPG સપ્લાયર છે. PM મોદીએ કહ્યું કે વધુ સહયોગની અપાર સંભાવનાઓ છે કારણ કે ભારત ત્રીજા સૌથી મોટા વૈશ્વિક ઉર્જા, તેલ અને એલપીજી ગ્રાહક તરીકે ઉભરી રહ્યું છે. તેમણે કહ્યું કે કુવૈત પાસે વૈશ્વિક તેલ ભંડારનો લગભગ 6.5 ટકા છે. મોદીએ જણાવ્યું હતું કે ‘પેટ્રોકેમિકલ’ ક્ષેત્ર સહકાર માટે બીજી આશાસ્પદ તક આપે છે, કારણ કે ભારતનો ઝડપથી વિકસતો ‘પેટ્રોકેમિકલ’ ઉદ્યોગ 2025 સુધીમાં US$300 બિલિયનનું થશે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેની ઉર્જા ભાગીદારી માત્ર આર્થિક સંબંધોનો આધારસ્તંભ નથી, પરંતુ વૈવિધ્યસભર અને ટકાઉ વિકાસ માટે પ્રેરક બળ પણ છે, જે વહેંચાયેલ સમૃદ્ધિના ભવિષ્ય તરફ માર્ગ મોકળો કરે છે.
PM મોદીએ ગલ્ફ દેશો સાથેના સહયોગને મહત્વપૂર્ણ ગણાવ્યો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. GCCએ કુવૈત સહિત મધ્ય પૂર્વના છ દેશોનું સંગઠન છે. તેમણે કહ્યું કે, ગલ્ફ દેશો સાથે ભારતના સંબંધો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને વેપાર સંબંધો પર આધારિત છે. GCC પ્રદેશ ભારતના કુલ વેપારના લગભગ છઠ્ઠા ભાગનો હિસ્સો ધરાવે છે અને લગભગ એક તૃતીયાંશ ભારતીય ડાયસ્પોરાનું ઘર છે. તેમણે કહ્યું કે, આ પ્રદેશ (GCC)માં રહેતા અંદાજે 90 લાખ ભારતીયો તેના આર્થિક વિકાસમાં સકારાત્મક યોગદાન આપી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે જીવંત સેતુ તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે, વેપાર અને વાણિજ્ય તેમના દ્વિપક્ષીય સંબંધોના મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે. ઈન્ટરવ્યુમાં તેમણે ખુશી વ્યક્ત કરી કે ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સ કુવૈત સુધી પહોંચી રહી છે.
આ પણ જૂઓ: ભારત પોતાના નિર્ણયો પર કોઈને વીટોની મંજૂરી આપશે નહીં: વિદેશ મંત્રી જયશંકર