ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં જોરદાર ઝટકાથી રાજધાની હચમચી ગઈ, પીએમ મોદીએ લોકોને કરી ખાસ અપીલ

Text To Speech

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2025: દિલ્હી એનસીઆરમાં સવારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાયા હતા. સવારે 5 વાગ્યેને 36 મિનિટ પર આકરા ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4.0 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર જમીનથી 5 કિમી નીચે હતું. ભૂકંપના ઝટકા એટલા તેજ હતા કે દિલ્હી એનસીઆરની આખી જમીન તેજ અવાજ સાથે ધ્રુજવા લાગી હતી. દિલ્હીમાં ભૂકંપના ઝટકા 10 સેકન્ડ સુધી અનુભવાયા હતા.

અધિકારીઓ સ્થિતિ પર રાખી રહ્યા છે નજર- પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દિલ્હી અને આજુબાજુના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તમામને શાંત રહેવા અને સુરક્ષા સાવધાનીઓનું પાલન કરવા તથા સંભવિત ઝટકા પ્રત્યે સતર્ક રહે્વાનો આગ્રહ કરીએ છીએ. અધિકારીઓ સ્થિતિ પર નજર બનાવીને બેઠા છે.

દિલ્હીમાં આવેલા ભૂકંપને લઈને લોકો ડરેલા છે. ભૂકંપને લઈને રાજકીય નેતાઓ પણ લોકો સાથે અનુભવો શેર કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે, ભૂકંપ ખૂબ જ ડરામણો હતો. મહાદેવ સૌને સુરક્ષિત રાખે.

દિલ્હીના કાર્યાવહક મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, દિલ્હીમાં હાલમાં વધુ એક ભૂકંપ આવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરુ છું કે સૌ સુરક્ષિત હશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું સૌની સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું.

ભૂકંપના આકરા ઝટકાની વચ્ચે દિલ્હી પોલીસે ખાસ નિવેદન જાહેર કર્યું છે. દિલ્હી પોલીસે કહ્યું કે, અમને આશા છે કે, આપ સૌ લોકો સુરક્ષિત હશો. દિલ્હીમાં કોઈ પણ ઈમરજન્સી મદદ માટે 112 ડાયલ કરો.

આ પણ વાંચો: Earthquake Tremors in Delhi: દિલ્હી-NCRમાં સવાર સવારમાં ધરતી ધણધણી, લોકો ઊંઘમાં હતા ને ઈમારતો ડોલવા લાગી

Back to top button