ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

G-7 સમિટને લઈ હિરોશિમા પહોંચ્યા PM મોદી, આ સમિટમાં શું છે ખાસ?

Text To Speech

G-7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમા પહોંચ્યા છે. પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાના આમંત્રણ પર ગયા છે. G-7 જૂથના વર્તમાન અધ્યક્ષ તરીકે જાપાન G7 સમિટનું આયોજન કરી રહ્યું છે. જાપાને ભારતને અતિથિ દેશ તરીકે આમંત્રણ આપ્યુ છે.

G-7 સમિટમાં ક્યા મુદ્દાઓ પર ચર્ચા?
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ ગુરુવારે (18 મે) જણાવ્યું હતું કે G-7 જૂથની બેઠકમાં કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, જળવાયુ પરિવર્તન, ખાદ્ય અને આરોગ્ય અને આ સિવાય પ્રાથમિકતાઓ સાથે સંબંધિત અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવશે. વિકાસમાંથી, ડિજિટાઇઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કઈ તારીખે યોજાશે G-7 સમિટ?
તેમણે કહ્યું કે ભારત ત્રણ ઔપચારિક સત્રમાં ભાગ લેશે, જેમાં પ્રથમ બે સત્ર 20 મેના રોજ અને ત્રીજું સત્ર 21 મેના રોજ યોજાશે. પ્રથમ 2 સત્રની થીમ ખાધ્ય, સ્વાસ્થ્ય, લેૈંગિક સમાનતા, આબોહવા પરિવર્તન અને પર્યાવરણ રહેશે. સાથે જ ત્રીજા સત્રમાં શાંતિપૂર્ણ, ટકાઉ અને પ્રગતિશીલ વિશ્વ જેવા વિષયો સામેલ કરવામાં આવ્યા છે. ક્વાત્રાએ વધુમાં જણાવ્યું કે આ અઠવાડિયે જ જાપાનના હિરોશિમામાં ક્વાડ ગ્રૂપના નેતાઓની બેઠક થવાની પણ શક્યતા છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ ભાગ લેશે.

જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા સાથે ચર્ચા કરશે વડાપ્રધાન
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું કે, PM મોદી G-7 સમિટ ઉપરાંત જાપાનના PM ફ્યુમિયો કિશિદા અને કેટલાક અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. તેમણે કહ્યું કે જાપાનના વડાપ્રધાન કિશિદા સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય વાતચીતમાં આર્થિક બાબતો સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે. મહત્વનું છે કે પીએમ મોદી હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું પણ અનાવરણ કરશે.

આ પણ વાંચો: ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને શંકરસિંહ વાઘેલાનું નિવેદન, કહ્યું-“ધર્મના નામે માર્કેટિંગ કરવાનું આ ભાજપનું આયોજન”

Back to top button