PM મોદીએ નીચે પડેલા ત્રિરંગાને ઉઠાવીને ખિસ્સામાં મૂકી દીધો; જૂઓ વીડિયો

PM Modi Picks Up Tiranga: દક્ષિમ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં બ્રિક્સ (BRICS) શિખર સંમેલન ચાલી રહ્યું છે. આ દરમિયાન (23 ઓગસ્ટ) ગ્રુપ ફોટોના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે જમીન પર ભારતીય તિરંગાને દેખ્યો તો તેના પર પગ ના પડી જાય તેનું ધ્યાન રાખ્યું હતું. પીએમ મોદીએ તે તિરંગાને ઉઠાવ્યો અને પોતાના પાસે જ રાખી લીધો હતો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસે પણ જમીન પરથી અન્ય કાર્ડ ઉઠાવીને અન્ય એક મહિલાને આપી દીધી હતી.
તે પછી પીએમ મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ લૂઈઝ ઈનાસિયો લૂલા દા સિલ્વા, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, દક્ષિણ આફ્રિકન રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે ફોટો પડાવ્યો હતો. પીએમે બુધવારે જ્હોનસનબર્ગમાં 15માં બ્રિક્સ શિખર સંમેલનના સત્રમાં ભાગ લીધો હતો. આ સત્રમાં રશિયન રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિન વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા સામેલ થયા હતા.
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit. pic.twitter.com/vf5pAkgPQo
— ANI (@ANI) August 23, 2023
બ્રિક્સ શિખર સંમેલનમાં પીએમ મોદીનું સંબોધન
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જ્હોનિસબર્ગ જેવા સુંદર શહેરમાં એક વખત ફરીથી આવવું મારા અને મારા પ્રતિનિધિ મંડળ માટે ખુશીની વાત છે. આ શહેરનું ભારતીય અને ભારતીય ઇતિહાસ સાથે જૂનો અને ઉંડો સંબંધ છે. અહીંથી કેટલાક અંતરે ટોલસ્ટોય ફોર્મ આવેલું છે, જેનું નિર્માણ 110 વર્ષ પહેલા મહાત્મા ગાંધીએ કરાવ્યું હતું.
Chandrayaan 3 Landing Live: ચંદ્રયાન-3ની ચંદ્ર લેન્ડિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે
વડાપ્રધાને કહ્યું કે, મહાત્મા ગાંધીએ ભારત, યૂરેશિયા અને આફ્રિકાના મહાન વિચારોને જોડીને આપણી એકતા અને સદભાવનનો મજબૂત પાયો નાંખ્યો છે. બ્રિકસને ભવિષ્યમાં સંગઠનના રૂપમાં તૈયાર કરવા માટે આપણે આપણા સંબંધિત સમાજોને પણ ભવિષ્ય માટે તૈયાર કરવા પડશે અને આમાં ટેકનોલોજી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જણાવી દઇએ કે, બ્રિક્સ ગ્રુપમાં બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
પીએમ મોદીએ ટ્વિટ કર્યું
આ પહેલા તેમણે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ સંદર્ભમાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે તેમની મુલાકાત શાનદાર રહી. અમે ભારત-દક્ષિણ આફ્રિકા સંબંધોને વધુ ગાઢ બનાવવાના હેતુથી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. અમારી ચર્ચાઓમાં વ્યાપાર, સંરક્ષણ અને રોકાણ સંબંધો મુખ્ય રીતે જોવા મળ્યા. અમે ગ્લોબલ સાઉથના અવાજને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.
આ પણ વાંચો-Chandrayaan-3: 57 વર્ષ પહેલા અંતરિક્ષમાંથી લેવાયેલી પૃથ્વીની તસવીર આવી હતી