ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

PM મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં કરી પૂજા, દક્ષિણ ભારતીય કપડામાં જોવા મળ્યો નવો લુક

  • વડાપ્રધાન મોદીએ તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના કર્યા દર્શન
  • 140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી : PM

તિરુપતિ, 27 નવેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ મંદિરમાં પૂજા પણ કરી હતી, વડાપ્રધાન મોદી દક્ષિણ ભારતના પરંપરાગત પોશાક વેષ્ટી અને અંગ વસ્ત્રમ પહેરીને તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા. જેની તસવીરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું, ‘140 કરોડ ભારતીયોની સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી.’ તેલંગાણામાં આગામી તારીખ 30 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેનું પરિણામ 3 ડિસેમ્બરે જાહેર થશે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં, 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. ઓમ નમો વેંકટસાય!”

મહા આરતીના પણ કર્યા દર્શન  

પીએમ મોદીએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો અને ભગવાન વેંકટેશની પૂજા સાથે મહાઆરતી કરી હતી. મંદિરની પરિક્રમા કર્યા પછી, રંગ નાયકી મંડપમાં મંદિરના પૂજારીઓએ પીએમ મોદીના માનમાં મંત્રોચ્ચાર કર્યા અને તેમના સ્વાસ્થ્ય અને જન કલ્યાણ માટે પ્રાર્થના કરી.

PM મોદીએ 45 મિનિટ સુધી મંદિરમાં રોકાયા હતા

પીએમ મોદીએ મંદિર પરિસરમાં લગભગ 45 મિનિટ વિતાવી હતી. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમના અધ્યક્ષ કરુણાકર રેડ્ડી અને કાર્યકારી અધિકારી ધર્મા રેડ્ડી પણ તેમની સાથે હાજર હતા. પીએમ મોદીના દર્શનને કારણે લગભગ 2 કલાક સામાન્ય લોકોના દર્શન બંધ થઈ ગયા હતા. તિરુપતિ બાલાજી મંદિરમાં દરરોજ સરેરાશ 60 થી 70 હજાર ભક્તો આવે છે.

આ પણ જુઓ :CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં માણી બુલેટ ટ્રેનની સફર, પ્રતિનિધિમંડળ સાથે શેન્કેઈન ગાર્ડનની લીધી મુલાકાત

Back to top button