PM મોદીએ ISKCONના સ્થાપક શ્રીલ પ્રભુપાદની 150મી જયંતી કાર્યક્રમમાં લીધો ભાગ
- શ્રીજી પ્રભુપાદની જન્મજયંતિ નિમિત્તે ગૌડિયા મિશન દ્વારા ત્રણ દિવસીય વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: ISKCONના સ્થાપક શ્રીલ પ્રભુપાદની 150મી જન્મજયંતી નિમિત્તે વૈષ્ણવ ધર્મને અનુસરતી મિશનરી સંસ્થા ગૌડિયા મિશન દ્વારા ત્રણ દિવસીય વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 6 ફેબ્રુઆરીના રોજ શરૂ થયો હતો જેનું 8 ફેબ્રુઆરીએ એક વિશેષ ઉદ્દઘાટન સમારંભ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં દેશ-વિદેશના વૈષ્ણવ આચાર્યો અને સંતો પણ હાજર રહ્યા હતા.
#WATCH | Prime Minister Narendra Modi pays floral tribute to Acharya Srila Prabhupada at Bharat Mandapam, Pragati Maidan. pic.twitter.com/GnMECecQb0
— ANI (@ANI) February 8, 2024
#WATCH | Prime Minister Narendra Modi attends the 150th anniversary of Acharya Srila Prabhupada at Bharat Mandapam, Pragati Maidan. pic.twitter.com/VsJTf1Xv08
— ANI (@ANI) February 8, 2024
‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ રામ હરે હરે…’ આ મંત્રનો જાપ કરતાં, મથુરા, વૃંદાવન અને ભારતના અન્ય ભાગોમાં મંદિરોથી લઈને શેરીઓ સુધી વિશ્વભરના ભક્તો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં વ્યસ્ત રહે છે. ભારત ઉપરાંત લંડન, બર્લિન અને ન્યૂયોર્કમાં પણ અનેક જગ્યાએ વિદેશીઓ પણ આ મહામંત્રનો જાપ કરતા જોવા માલે છે. ભગવાન શ્રીકૃષ્ણના આ મંત્રમાં એક ખાસ જાદુ છે જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. લોકો ‘હરે કૃષ્ણ’ મંત્રના જાપમાં એટલા મશગૂલ થઈ જાય છે કે થોડા સમય માટે તેમને સાંસારિક બાબતોનું ભાન પણ રહેતું નથી. ત્યારે આજે આપણે આ મંત્રથી સંબંધિત આંદોલન વિશે વાત કરીશું. હા, તમે સાચું સાંભળ્યું છે, આ મંત્ર ‘હરે કૃષ્ણ ચળવળ’ તરીકે ઓળખાય છે. આજે આ મંત્ર ઈસ્કોન(ISKCON) એટલે કે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસની ઓળખ બની ગયો છે.
श्रील प्रभुपाद जी के विचार और संदेश से आज भी भारत के जनमानस को मार्गदर्शन मिल रहा है। उनकी 150वीं जयंती के कार्यक्रम में शामिल होना मेरा परम सौभाग्य है।https://t.co/nlEtn3zxu8
— Narendra Modi (@narendramodi) February 8, 2024
પીએમ મોદીએ કહી આ વાત
કાર્યક્રમનું સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણએ પ્રેમનું પ્રતીક હતા. તેમણે આધ્યાત્મિકતા અને આધ્યાત્મિક અભ્યાસને સામાન્ય લોકો માટે સુલભ બનાવ્યું હતું. તેમણે(શ્રીજી પ્રભુપાદે) એવો સંદેશો આપ્યો કે ભગવાન માત્ર ત્યાગ દ્વારા જ નહીં પણ આનંદ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે. ચૈતન્ય મહાપ્રભુએ આપણને બતાવ્યું કે આપણા જીવનમાં ભગવાન કૃષ્ણની લીલાઓને અને તેમના જીવનની ઉત્સવના રૂપમાં ઉજવણી કરીને કેવી રીતે ખુશ થઈ શકાય. આજે ઘણા સાધકો સંકીર્તન, ભજન, ગીત અને નૃત્ય દ્વારા આધ્યાત્મિકતાના શિખરે કેવી રીતે પહોંચી શકાય તેનો સીધો અનુભવ કરી રહ્યા છે.
આચાર્ય શ્રીલ પ્રભુપાદ કોણ હતા ?
આચાર્ય શ્રીલ પ્રભુપાદ ગૌડિય મિશનના સ્થાપક હતા, જેમણે વૈષ્ણવ ધર્મના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે હરિનામ કીર્તન દ્વારા માનવ કલ્યાણનો માર્ગ લોકો સુધી પહોંચાડ્યો હતો. હરે કૃષ્ણ ચળવળ તેમનું યોગદાન છે. ગૌડિયા મિશન શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અને વૈષ્ણવ ધર્મના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને સમગ્ર વિશ્વમાં ફેલાવી રહ્યું છે.
ઈસ્કોનની સ્થાપના કેવી રીતે થઈ?
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON) હરે કૃષ્ણ ચળવળ તરીકે પણ ઓળખાય છે. આ સોસાયટીની સ્થાપના ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા 1966માં કરવામાં આવી હતી. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો. તે ભગવાન કૃષ્ણના પરમ ભક્ત હતા અને હંમેશા કૃષ્ણની ભક્તિમાં તલ્લીન રહેતા હતા. કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિને કારણે તેમણે ગૌડિય સંપ્રદાયના રેકોર્ડ લખવાનું કામ પણ શરૂ કર્યું હતું. આ કાર્યની સ્વામી પ્રભુપાદ પર એટલી મોટી અસર થઈ કે તેમણે ‘હરે કૃષ્ણ ચળવળ’ શરૂ કરવાનું નક્કી કર્યું. આ પછી તેમણે ન્યૂયોર્ક શહેરમાં ઈસ્કોનની સ્થાપના કરી. સન્યાસ લીધા બાદ, ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે સમગ્ર વિશ્વમાં ‘હરે કૃષ્ણ, હરે રામ’નો પ્રચાર કર્યો.
કેવી રીતે ‘હરે કૃષ્ણ ચળવળ’ શરૂ થઈ ?
1965માં ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ અમેરિકાના પ્રવાસે એકલા ગયા હતા. ન્યુયોર્ક શહેરમાં આવ્યા બાદ, પ્રભુપાદે તેમના હરે કૃષ્ણ ચળવળની સ્થાપના માટે એક વર્ષ સુધી એકલા સંઘર્ષ કર્યો. જ્યાં તક મળતી ત્યાં તેઓ પ્રવચનો આપતા અને લોકો તેમના શિક્ષણમાં રસ લેવા લાગ્યા. ત્યારબાદ, 1966માં ન્યુ યોર્ક સિટીની લોઅર ઇસ્ટ સાઇડ પર અસ્પષ્ટ સ્ટોરફ્રન્ટમાં કામ કરતા-કરતા, પ્રભુપાદે વિશ્વવ્યાપી સહભાગિતા માટે આધ્યાત્મિક સમાજની સ્થાપના કરી. તેમણે તેનું નામ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ISKCON) રાખ્યું. આ રીતે અમેરિકામાં હરે કૃષ્ણ ચળવળની શરૂઆત થઈ. આજે ઇસ્કોનમાં વિશ્વભરમાં 400થી વધુ મંદિરો, 40 ગ્રામીણ સમુદાયો અને 100થી વધુ શાકાહારી રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે.
ઈસ્કોન(ISKCON)નો હેતુ શું છે?
ઈસ્કોનનો ઉદ્દેશ્ય એ છે કે તેના દ્વારા દેશ અને દુનિયાના લોકો ઈશ્વર સાથે જોડાઈ શકે અને આધ્યાત્મિક સમજ, એકતા અને શાંતિનો લાભ મેળવી શકે. ઇસ્કોન વેદ અને વૈદિક ગ્રંથોના ઉપદેશોને અનુસરે છે. તેમાં શ્રીમદ ભગવદ્ ગીતા છે જે શ્રી રાધા કૃષ્ણના સર્વોચ્ચ અંગત પાસામાં વૈષ્ણવવાદ અથવા ભગવાન (કૃષ્ણ) પ્રત્યેની ભક્તિ શીખવે છે. આ ઉપદેશો બ્રહ્મા-માધવ-ગૌડિય વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાતી ઉપદેશાત્મક પરંપરા દ્વારા પ્રાપ્ત થાય છે. ઇસ્કોનના અનુયાયીઓ ગીતા અને હિન્દુ ધર્મ અને સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં ફેલાવે છે.
ઈસ્કોનના અનુયાયીઓએ કયા નિયમોને ધ્યાનમાં રાખવાના હોય છે ?
ઈસ્કોનના અનુયાયીઓએ પણ આ નિયમોનું પાલન કરવું પડશે. તેમણે તામસિક વસ્તુઓ (માંસ, દારૂ, લસણ અને ડુંગળી) થી દૂર રહેવું પડે છે. આ સાથે ઈસ્કોનના અનુયાયીએ હરે કૃષ્ણ નામની માળાનો ઓછામાં ઓછો 16 વખત જાપ કરવો પડે છે. આ ઉપરાંત ભારતીય ધાર્મિક ઈતિહાસ સાથે સંબંધિત ગીતા અને શાસ્ત્રોનો પણ અભ્યાસ કરવો પડે છે. ઇસ્કોનના અનુયાયીઓએ ખોટા આચરણથી દૂર રહેવું પડે છે.
આ પણ જાણો: ભગવાન વિષ્ણુની મૂર્તિ અને પ્રાચીન શિવલિંગ કર્ણાટકમાં નદીમાંથી મળ્યાં