ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આજે સંસદ ભવન પર થયેલા હુમલાની વરસી, PM મોદીએ હુતાત્માઓને આપી શ્રદ્ધાંજલિ

Text To Speech

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ 2001માં સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ લખીને કહ્યું, ‘હું 2001માં સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપું છું. અમે તેમની સેવા, બહાદુરી અને બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં. સંસદ હુમલાની 22મી વર્ષગાંઠ પર પીએમ મોદી સહિત લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય નેતાઓએ હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધી, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ પણ શહીદોને પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે સંસદ ભવન ખાતે શહીદ સૈનિકોના પરિવારજનોને મળ્યા હતા.

વર્ષ 2001માં સંસદ પર આતંકવાદી હુમલો થયો હતો

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ 13 ડિસેમ્બર, 2001ના રોજ સંસદ પરિસર પર હુમલો કર્યો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન સુરક્ષા દળોએ પાંચેય આતંકીઓને ઠાર કર્યા હતા.

આ પણ વાંચો: કલમ 370 નાબૂદીઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પીએમ મોદી સહિત કોણે શું કહ્યું?

Back to top button