Gujarat : PM મોદી આજે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરમાં આશરે રૂ. 4,400 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 10:30 વાગ્યે વડાપ્રધાન ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષણ સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. આ પછી પીએમ મોદી ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે લગભગ 4,400 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
પાવાગઢમાં ફરી એક દુર્ઘટના, વધુ એક વખત વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી
ગઈકાલે સાંજે ફરી એક વખત વિશ્રામ કુટીરનો વધુ એક ઘૂમટ ધરાશાયી થયો હતો. વિશ્રામ કુટીરનો ભાગ ધરાશાયી થતા ચાચરચોકમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ત્યા કામ કરતાં કામદારોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
પાકિસ્તાથી ગુજરાતના 200 માછીમારો વતન આવશે
ગુજરાત રાજ્યના 200 મછવારા આજે પાકિસ્તાન જેલમાંથી છૂટશે. જેમાં હજી 467 છૂટવાના બાકી છે. તેમજ બોટ્સ છૂટતી નથી, પ્રયાસો પણ થતાં નથી, 1,169 બોટ પાક. કબજામાં છે. 14મીની સવારે આ મછવારાઓ તેમના નિવાસસ્થાને પહોંચશે.
કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર ! રાજ્યના આ શહેરોમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક શહેરોમાં હીટવેવની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હીટવેવનો અનુભવ થઈ શકે છે.
અદાણી-હિંડનબર્ગ વિવાદઃ આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, SEBIની તપાસ સાથે જોડાયેલો છે મામલો
અદાણી-હિંડનબર્ગ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. આ સુનાવણી SEBI સાથે સંબંધિત મામલા સાથે સંબંધિત હશે, જેમાં કોર્ટે 2 માર્ચે સેબીને અદાણી જૂથોના શેરના ભાવમાં ચેડાં કરવાના આરોપોની બે મહિનામાં તપાસ કરવા કહ્યું હતું. આ પહેલા 8મી મેના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત પેનલે સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ સોંપ્યો હતો.
દેશમાં કોરોના મરણ પથારીએ, કેસમાં મોટો ઘટાડો, જાણો કેસનો નવો આંકડો
ભારતમાં કોરોનાના સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર,આજે છેલ્લા 24 કલાકમાં 1,580 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 19 હજારથી ઘટીને 18 હજાર થઈ ગઈ છે.