પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૌ પ્રથમ વડાપ્રધાન મોદી સવારે 10 કલાકે સાબરકાંઠા સ્થિત સાબર ડેરીના પ્લાન્ટની મુલાકાત લેશે. જ્યાં વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. 305 કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂ. 125 કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જનસભાને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનો હાજર રહેશે.
ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનો શુભારંભ કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.29 જુલાઈ,2022નાં રોજ સાંજે 4:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે.તેમજ વડાપ્રધાન મોદી IFSCAના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે. સાથે જ PM મોદીના હસ્તે NSE, IFSC-SGX કનેક્ટ લોન્ચ કરવામાં આવશે. ગિફ્ટ સિટીની કલ્પના માત્ર ભારત જ નહીં વિશ્વની નાણાંકીય અને ટેકનિકલ સેવાઓ માટેના એક સંકલિત હબ તરીકે કરવામાં આવી છે.
PM મોદીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ
28 જુલાઇ ગુરુવારનો કાર્યક્રમ
- PM મોદીસવારે 10 કલાકે સાબરકાંઠા પહોંચશે
- સાબરકાંઠા ખાતે સાબરડેરીના કાર્યક્રમાં હાજર રહેશે
- સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ -ખાતમુહૂર્ત કરશે
- રૂ 305 કરોડ ખર્ચે તૈયાર પાવડર પ્લાન્ટુ લોકાર્પણ કરશે
- રૂ .125 કરોડના ખર્ચે તૈયાર નિર્મિત ટેટ્રાપેકનુ વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે
- રૂ. 600 કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
- દૂધઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં આવશે.
- મહિલા ખેડુતો તેમજ આદિવાસી મહિલા દુધ ઉત્પાદકો સાથે વાતચીત
29 જુલાઇ શુક્રવારનો કાર્યક્રમ
- સાંજે 4 કલાકે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે IFSCની મુલાકાત લેશે
- ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે.
- ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.
- ગૃહમંત્રી અમિત શાહ CM ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત
- કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ડો ભગવત કિશનરાવ કરાડ પણ રહેશે ઉપસ્થિત
- કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.