ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

  • PM મોદી રાજભવનમાં પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે
  • રૂ.5206 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
  • 27મીએ છોટાઉદેપુરના બોડેલીથી PM નવલખી મેદાન પહોંચશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. જેમાં PM મોદી રાજભવનમાં પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે. મંત્રીમંડળના સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. તથા PM મોદી વાઇબ્રન્ટ ગુજરાતના પ્રેઝન્ટેશન નિહાળશે. સાથે જ સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

27 સપ્ટેમ્બરે PM મોદી છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે

27 સપ્ટેમ્બરે PM મોદી છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાત લેશે. તથા બોડેલીથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. રૂ.5206 કરોડના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કાર્યોનું લોકાર્પણ કરશે. તેમાં રૂ.1426 કરોડના ખર્ચે સ્માર્ટરૂમ, કોમ્પ્યુટર લેબ બનાવાશે. નવીન વર્ગ ખંડ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. તથા 7500 ગામડાઓમાં વાઇ-ફાઇ સુવિધા શરૂ કરાશે. 20 લાખથી વધુ લોકોને વાઇ-ફાઇ સુવિધા મળશે. રૂ.277 કરોડના માર્ગ અને મકાન વિભાગના કાર્યોનું લોકાર્પણ કરશે.

રૂ.251 કરોડના શહેરી વિકાસ વિભાગના કાર્યોનું લોકાર્પણ કરશે

રૂ.251 કરોડના શહેરી વિકાસ વિભાગના કાર્યોનું લોકાર્પણ તથા રૂ.80 કરોડના પાણી પુરવઠા વિભાગના કાર્યોનું લોકાર્પણ કરશે. તેમજ દાહોદમાં નવોદય વિદ્યાલયનું લોકાર્પણ PM મોદી કરશે. સાથે જ દાહોદમાં નવા FM સ્ટુડિયોનું લોકાર્પણ કરશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી વડોદરા આવશે. જેમાં નવલખી મેદાનમાં PM મોદીનો કાર્યક્રમ છે. તેમજ PMના કાર્યક્રમને લઈ SPG વડોદરા પહોંચી છે. વરસાદની શક્યતાને લઈ મેદાનમાં ડોમ ઊભો કરાયો છે. તેમજ સભા સ્થળે જર્મન ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

સભામાં 75 હજારથી 1 લાખ મહિલાઓ બેસી શકે તેવી વ્યવસ્થા

સભામાં 75 હજારથી 1 લાખ મહિલાઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. છોટાઉદેપુરના બોડેલીથી વડાપ્રધાન નવલખી મેદાન પહોંચશે. પીએમનું હેલિકોપ્ટર નવલખી મેદાન કે એરપોર્ટ ખાતે લેન્ડ કરાવવું તે હજુ સુધી નક્કી થયું નથી. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી વખતે પ્રધાનમંત્રીની જાહેર સભાને લઈ ત્રણ હેલિકોપ્ટરે નવલખી મેદાનમાં હેલીપેડ પર ઉતરાણ કર્યું હતું. તેમજ 27મીએ છોટાઉદેપુરના બોડેલીથી પ્રધાનમંત્રી નવલખી મેદાન પહોંચશે.

આજે સાંજે 6 વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ પર આવશે

વડાપ્રધાન મોદી 27મી સપ્ટેમ્બરના ત્રણ કાર્યક્રમોના આગળના દિવસે રાત્રિરોકાણના ઉદ્દેશ્યથી ગાંધીનગર આવશે. આ સમાચારને પગલે સરકારમાં તથા ભાજપમાં ઉચ્ચસ્તરે ભારે ઉત્કંઠા વ્યાપી છે. અલબત્ત હજી સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી, પણ પાટનગરમાં રાજભવન ખાતેના તેમના રાત્રિ રોકાણ દરમિયાન રાજકીય પરામર્શ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગોનો દોર નકારી શકાતો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન આજે સાંજે 6 વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ પર આવશે. બીજા દિવસે સવારે 10થી 11:30 દરમિયાન સાયન્સ સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે ‘સમિટ ઑફ સક્સેસ’નો પ્રોગ્રામ થશે. સિક્યોરિટીના કારણસર ટાગોર હોલમાં કાર્યક્રમ યોજવાનું માંડી વાળવામાં આવ્યું છે. સાયન્સ સિટીમાં ઉદ્યોગપતિઓ તેમજ વિવિધ દેશોના દિલ્હી-મુંબઈ ખાતેના એમ્બેસેડર્સ પણ હાજર રહેશે.

સાયન્સ સિટીના હેલિપેડથી વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે બોડેલી પહોંચશે

મોટાભાગે સાયન્સ સિટીના હેલિપેડથી વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે બોડેલી પહોંચશે, જ્યાં લગભગ 12:30 વાગે આશરે રૂ.450 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું એમના હસ્તે લોન્ચિંગ થશે. બાદમાં બપોરે 2 વાગે તેઓ વડોદરામાં નવલખી ખાતે કાર્યક્રમમાં પહોંચશે. સંસદમાં તથા વિધાનગૃહોમાં 33 ટકા મહિલા અનામત બેઠકોની જોગવાઈ કરતો ખરડો તાજેતરમાં પસાર કરવા બદલ ભાજપની મહિલા કાર્યકર્તાઓ તથા આગેવાનો દ્વારા વડાપ્રધાનનું અભિવાદન કરવાનો કાર્યક્રમ ત્યાં ગોઠવાયો છે. બાદમાં વડોદરાથી સાંજે ચારેક વાગે વડાપ્રધાન દિલ્હી જાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે.

Back to top button