ટ્રેન્ડિંગનેશનલ

રેલ્વેના ઇતિહાસમાં પ્રથમ વખત; PM મોદીએ એકસાથે પાંચ વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી

ભોપાલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે છે. તેમણે ભોપાલના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી એક સાથે 5 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. તમને જણાવી દઈએ કે રેલ્વેના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે એક જ દિવસમાં પાંચ સેમી હાઈ સ્પીડ ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. નવી ટ્રેનો દોડાવવામાં આવ્યા બાદ દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. ગોવા, બિહાર અને ઝારખંડને પહેલીવાર વંદે ભારત ટ્રેન મળી છે. બીજી તરફ કર્ણાટકને બીજી વંદે ભારત ટ્રેનની ભેટ મળી રહી છે. પીએમ મોદીનો આજે રોડ શો પણ થવાનો હતો પરંતુ વરસાદના કારણે તે રદ કરવામાં આવ્યો હતો.

બેંગલુરુ-હુબલી-ધારવાડ વંદે ભારત
કર્ણાટકને વંદે ભારત એક્સપ્રેસની બીજી ભેટ મળી છે. અગાઉ ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. નવી વંદે ભારત એક્સપ્રેસ ધારવાડ, હુબલ્લી અને દાવંગેરેને બેંગલુરુથી જોડશે. આ ટ્રેન શરૂ થવાથી હુબલી અને ધારવાડ વચ્ચેનું અંતર 7 કલાકથી ઘટીને 5 કલાક થઈ જશે.

આ પણ વાંચો- વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર; ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે

પટના – રાંચી વંદે ભારત એક્સપ્રેસ
બિહારને પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. આ પહેલીવાર છે જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બિહાર અને ઝારખંડમાં દોડાવવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ ગયા, કોડરમા, હજારીબાગ રોડ, પારસનાથ અને બોકારો સ્ટીલ સિટી પર રહેશે. આ ટ્રેન લગભગ 410 કિલોમીટરનું અંતર કાપશે.આ ટ્રેન પટના અને રાંચી વચ્ચેનું અંતર માત્ર 6 કલાકમાં કાપશે. આ ટ્રેન મંગળવાર સિવાય પટના અને રાંચીથી અઠવાડિયામાં છ દિવસ દોડશે.

મડગાંવ-મુંબઈ વંદે ભારત
ગોવાને પણ પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળી છે. મડગાંવ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ગોવાના મડગાંવ સ્ટેશન વચ્ચે ચલાવવામાં આવશે. આ ટ્રેનમાં 16ને બદલે માત્ર 8 કોચ લગાવવામાં આવ્યા છે. આ ટ્રેન શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર 7 કલાકમાં કાપી શકાશે.

ભોપાલથી જબલપુર વંદે ભારત એક્સપ્રેસ
ભોપાલથી જબલપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન ભેડાઘાટ, પંચમઢી અને સાતપુરા જેવા અનેક પ્રવાસન સ્થળો પરથી પસાર થશે. જેનાથી પ્રવાસીઓને ઘણો ફાયદો થશે.

આ પણ વાંચો- જૂન મહિનો પૂરો થતા જ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર આવી શકે છે, સામાન્ય વર્ગને ફાયદો થશે

Back to top button