ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ગયાનામાં સુરીનામના પ્રમુખ અને ડોમિનિકાના વડાપ્રધાનને મળ્યા PM મોદી, કરી આધ્યાત્મિક પોસ્ટ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયાનામાં કેરીકોમ-સમિટ દરમિયાન અન્ય દેશના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી અને ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા

જ્યોર્જટાઉન, 21 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયાનામાં કેરીકોમ-સમિટ દરમિયાન સુરીનામના પ્રમુખ ચાન સંતોખી અને ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટ સાથે પણ ખાસ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે આ નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી અને ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા. પીએમ મોદીએ સુરીનામ અને ડોમિનિકાના નેતાઓને મળ્યા બાદ આધ્યાત્મિક અને ભાવનાત્મક પોસ્ટ કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાઓ સાથેની તેમની મુલાકાતની ખાસ તસવીરો પણ શેર કરી છે. PM મોદી કેરેબિયન સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરીને ભારતના સંબંધોને વધુ ગાઢ બનાવી રહ્યા છે.

 

ગયાનામાં CARICOM સમિટની દરમિયાન PM મોદીએ સુરીનામના પ્રમુખ ચાન સંતોખી અને ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ કેરિસ સાથે વિશેષ બેઠકો અને દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ દરમિયાન તેમણે ભારત સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી હતી.

 

સુરીનામ સાથે મજબૂત મિત્રતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને સુરીનામ વચ્ચે મજબૂત મિત્રતાનો પાયો નાખ્યો. તેમણે પોતાની X-પોસ્ટ પર લખ્યું કે, “જ્યોર્જટાઉનમાં પ્રમુખ ચાન સંતોખીને મળ્યા. અમે વેપાર, ટેક્નોલોજી, ઉર્જા, ટેલિમેડિસિન અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી. અમે લોકો-થી-લોકોના સંપર્કો વધારવા માટે સાંસ્કૃતિક સંબંધોને વધુ સારા બનાવાની રીતો પર પણ ચર્ચા કરી. સુરીનામમાં વિવિધ વિકાસ પહેલો માટે ભારતના સમર્થનને સુધારવાની રીતોની પણ ચર્ચા કરવામાં આવી છે.”

રૂઝવેલ્ટના વડાપ્રધાનની પીએમ મોદી સાથે મુલાકાત

ડોમિનિકાએ પોતાના દેશનો સર્વોચ્ચ પુરસ્કાર આપીને અને પીએમ મોદી માટે દિલ જીતી લેનારી વાત કહીને બધાનું ધ્યાન ખેંચ્યું છે. ડોમિનિકાના વડાપ્રધાનના આ શબ્દોનો જાદુ પીએમ મોદીએ પણ અનુભવ્યો. તેમણે પોતાના X પર લખ્યું કે, વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરિટ તમારા દયાળુ શબ્દો મને સ્પર્શી ગયા છે. ઊંડી નમ્રતા અને કૃતજ્ઞતા સાથે, હું ‘ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર’ સ્વીકારું છું. હું આ મારા સાથી ભારતીયોને સમર્પિત કરું છું, જેમણે હંમેશા કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની સાથે ભારતની મિત્રતાની કદર કરી છે.તમે COVID-19 દરમિયાન સમર્થન વિશે વાત કરી હતી. કોવિડ-19 દરમિયાન આપણી એકતાએ સરહદો અને ખંડોમાં કેવી રીતે સંબંધો મજબૂત કર્યા છે તે જોઈને મારું હૃદય આનંદથી ભરે છે.”

આ પણ જૂઓ: Video: ગુજરાતમાં પણ છેવટે ગોધરાકાંડ પરની ફિલ્મ સાબરમતી રિપોર્ટ કરમુક્ત જાહેર

Back to top button