આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષસ્પોર્ટસ

ઈટાલીમાં સ્પે. ઓલિમ્પિકસ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓને મળ્યા PM મોદી

Text To Speech

નવી દિલ્હી, 18 માર્ચ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી છે. ભારતીય ટુકડીએ 33 મેડલ જીતીને દેશને વૈશ્વિક મંચ પર ગૌરવ અપાવ્યું છે. PM મોદી આજે સંસદમાં રમતવીરોને મળ્યા અને તેમના સમર્પણ અને સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરી

આ રમતવીરોને મળ્યા બાદ પીએમ મોદીએ X ઉપર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “મને આપણા રમતવીરો પર ખૂબ ગર્વ છે જેમણે ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે! આપણી અદ્ભુત ટુકડીએ 33 મેડલ જીત્યા છે. સંસદમાં ટીમને મળ્યો અને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા.

આ પણ વાંચો :- ઔરંગઝેબની કબર તોડનારને મળશે 5 વીઘા જમીન અને 11 લાખ રોકડા, જાણો કોણે કરી આ જાહેરાત

Back to top button