ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસ્પોર્ટસ

PM મોદી ચેસ ઓલિમ્પિયાડ વિજેતાઓને મળ્યા, જૂઓ આ ખાસ વીડિયો

  • ભારતે 97 વર્ષમાં પ્રથમ વખત મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​બુધવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારતીય ચેસ ઓલિમ્પિયાડ વિજેતા મહિલા અને પુરૂષ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. ભારતે 97 વર્ષમાં પ્રથમ વખત બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે. આ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા ગયેલી ભારતની પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ પરત ફરી હતી, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને બધાને મળ્યા હતા અને તેમને આ મહાન સિદ્ધિ બદલ બધા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.  આ દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. જાહેર કરાયેલા એક વીડિયોમાં અર્જુન એરિગેસી અને આર. પ્રજ્ઞાનનંદે વડાપ્રધાન મોદી સમક્ષ એક મેચ રમી પણ હતી.

જૂઓ વીડિયો

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

 

આ ખેલાડીઓ પીએમ મોદીને મળ્યા હતા

ભારત તરફથી, હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય મહિલા ટીમમાં ડી હરિકા, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવા અને વૈશાલી રમેશબાબુનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે પુરુષ ટીમમાં આર. પ્રજ્ઞાનનંદ, અર્જુન એરિગસી, ડી. ગુકેશ, હરિકૃષ્ણ પેંતાલા અને વિદિત ગુજરાતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતીય પુરૂષ ટીમનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં તેમણે 10મા રાઉન્ડ પછી પોતાનું પ્રથમ સ્થાન નક્કી કર્યું અને ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમે 11મા રાઉન્ડમાં પોતાનો ગોલ્ડ મેડલ મેળવ્યો.

ચેસ ઓલિમ્પિયાડ 1927થી થઈ રહ્યું છે

આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE)એ 1927માં સત્તાવાર રીતે ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લી વખત ભારતે આ ટુર્નામેન્ટનું આયોજન વર્ષ 2022માં કર્યું હતું ત્યારે તેનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. ભારત આ વખતે ચેસ ઓલિમ્પિયાડની ઓપન ટીમ ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું, તેણે 10 મેચ જીતી અને એક મેચ ડ્રો રહી.

આ પન જૂઓ: ‘મારે મુખ્યમંત્રી બનવું છે, પરંતુ…’; મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર

Back to top button