27-28 ઓગસ્ટે PM મોદી ફરીવાર આવશે ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને રાજકીય પાર્ટીઓના આંટાફેરા વધી ગયા છે. રાજકીય પક્ષો ચૂંટણીને પગલે પોતાની કમર કસી છે અને આ વખતે એડીચોટીનું જોર લગાવવા માટે સૌ કોઈ તૈયાર છે ત્યારે પીએમ મોદી ફરી એક વખત ગુજરાત આવશે.
જાણો અમદાવાદ અને કચ્છનો શું છે કાર્યક્રમ?
પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવી શકે છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે.
28 ઓગસ્ટના રોજ કચ્છમાં PM જનસભાને સંબોધશે
આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ કરાવવાના છે. પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે દોઢ લાખ ચો.મી. જગ્યા પર બે લાખ લોકો માટે ડોમ બનાવવામાં આવશે. આગામી 28 ઓગસ્ટના પીએમ ભુજ આવી રહ્યા છે ત્યારે રાજકીય, સરકારી, પ્રજાકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.