ટોપ ન્યૂઝવર્લ્ડ

PM મોદી આજે જશે જાપાન, શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં આપશે હાજરી

Text To Speech

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે જશે. તેઓ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે આજે રવાના થશે. વડાપ્રધાન બુડોકનમાં અંતિમ સંસ્કાર સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ ટોક્યોના અકાસાકા પેલેસમાં અભિવાદન કરવામાં આવશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ આ માહિતી આપી.

શિન્ઝો આબેની પત્નીને મળશે

વિદેશ સચિવે જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન કિશિદા અને શિન્ઝો આબેની પત્નીને પણ મળશે.

8 જુલાઈના રોજ આબેની હત્યા

તમને જણાવી દઈએ કે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની 8 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન તેઓ એક રેલીને સંબોધી રહ્યા હતા. આબેની હત્યા બાદ ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.તેમના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે જાપાન અને દુનિયાએ આબેના નિધનથી એક મહાન સ્વપ્નદ્રષ્ટા નેતા ગુમાવ્યા છે અને મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે. .

Back to top button