ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PM મોદીનો શ્રીનગરમાં યોગ કાર્યક્રમ શરૂ, કહ્યું: યોગ માત્ર જ્ઞાન જ નથી વિજ્ઞાન પણ છે

Text To Speech
  •  શ્રીનગરમાં વરસાદને કારણે PM મોદીના યોગ કાર્યક્રમનું વેન્યૂ બદલાયું

શ્રીનગર, 21 જૂન: આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. 2024 માટે યોગ દિવસની થીમ ‘સ્વ અને સમાજ માટે યોગ’ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનું નેતૃત્વ કરી રહ્યા છે. આજે શુક્રવારે PM મોદી સાથે દાલ સરોવર ખાતે 7 હજાર લોકો યોગ કરવાના હતા. પરંતુ શ્રીનગરમાં વરસાદ પડવાને કારણે PM મોદીના યોગ કાર્યક્રમનું આ વેન્યૂ બદલવામાં આવ્યું હતું. ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે અને તેમણે આ ખાસ દિવસ પસંદ કર્યો છે. ગયા વર્ષે મે મહિનામાં આ જગ્યાએ G-20 કોન્ફરન્સ યોજાઈ હતી અને આજે અહીં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

 

 

વરસાદના કારણે દાલ સરોવરને બદલે હોલમાં કાર્યક્રમ યોજાયો

ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દાલ સરોવરને બદલે હોલમાં યોજાઈ રહ્યો છે. પીએમ મોદીનો આ યોગ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.

 

સાઉદીની શિક્ષણ પ્રણાલીમાં યોગનો સમાવેશ થાય છે: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીર યોગાભ્યાસની ભૂમિ છે. યોગની યાત્રા સતત ચાલુ રહે છે. વિશ્વમાં યોગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં યોગ દિનચર્યાનો એક ભાગ બની રહ્યો છે. સાઉદીમાં શિક્ષણ પ્રણાલીમાં યોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પીએમ મોદીએ કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરના SKICC હોલમાં પહોંચ્યા છે. યોગ દિવસ પર કાશ્મીરની ધરતી પરથી તમામ યોગ સાધકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે યોગ દિવસ પર સતત રેકોર્ડ બની રહ્યા છે.

આ પણ જુઓ: Breaking News : UGC-NET પરીક્ષા ગેરરીતિ કેસ, CBI એ દાખલ કર્યો ગુનો

Back to top button