અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ ગાંધી આશ્રમનો માસ્ટર પ્લાન લોંચ કર્યો,1200 કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરાશે

Text To Speech

અમદાવાદ, 12 માર્ચ 2024, વડાપ્રધાન મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરાશે. PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો, અને તેનું લોન્ચિંગ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આજે 85 હજાર કરોડના રેલવે પ્રોજેક્ટની ભેટ આપી છે. ગાંધી આશ્રમ 5 એકર જમીનમાં પથરાયેલો છે. માસ્ટર પ્લાન મુજબ હવે આ આશ્રમ 55 એકર જમીનમાં રિ-ડેવલપ કરવામાં આવશે. ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર 322 એકરનો છે.

અમૃત કાળમાં દેશમાં 2 લાખથી વધુ અમૃત વાટિકાઓ બની
વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે, પૂજ્ય બાપુનો ગાંધી આશ્રમ ઊર્જાનું કેન્દ્ર રહ્યું છે. સાબરમતી આશ્રમ બાપુના મૂલ્યોને આજે પણ સજીવ કર્યા છે.આફ્રિકાથી આવ્યા બાદ પહેલા તેઓએ કોચરબ આશ્રમ બનાવ્યો હતો. કોચરબ આશ્રમ રહ્યા બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમ રહેવા આવ્યા હતા. બાપુના ચરણોમાં હું નમન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું. 12 માર્ચે બાપુએ સ્વતંત્રતા આંદોલનમાં દાંડી યાત્રા ઐતિહાસિક બની ગઈ. 12 માર્ચ 2022ના રોજ ગાંધી આશ્રમ ખાતેથી આઝાદી અમૃત મહોત્સવ શરૂ કરાયો હતો. આઝાદીના અમૃત કાળમાં દેશમાં 2 લાખથી વધુ અમૃત વાટિકાઓ બની છે.17,000થી વધુ અમૃત સરોવર બન્યા છે.

જાળવણી કરવાની જવાબદારી 140 કરોડ લોકોની
હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં ચાલ્યું હતું. સાબરમતી આશ્રમ આઝાદી સાથે વિકસિત ભારતનું પણ તીર્થ બન્યું છે. બાપુનો સાબરમતી આશ્રમ દેશની માનવ જાતની ઐતિહાસિક ધરોહર છે, પરંતુ આઝાદી બાદ ન્યાય ન થયો. 120 એકરમાં આ આશ્રમ ફેલાયો હતો અને ઓછો થતાં થતાં 5 એકરમાં થઈ ગયો. એક સમયે 63 નાના મોટા મકાનો હતા. હવે માત્ર 36 મકાનો જ છે. જેમાં માત્ર 3 મકાનોમાં જ પર્યટકો જઈ શકે છે. દુનિયામાંથી જે લોકો સાબરમતી આશ્રમ જોવા અહીંયા આવે છે તેની જાળવણી કરવાની જવાબદારી 140 કરોડ લોકોની છે. આશ્રમમાં નવા મકાનો બનાવવાની જરૂર પડશે તો બનાવીશું, જુના મકાનોને તેના મૂળ સ્વરૂપમાં લાવીશું. કાશીમાં 10 વર્ષ પહેલાં શું પરિસ્થિતિ હતી તમે જાણો છો. આજે અનેક સુવિધાઓ સાથે કાશી બની ગયું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે 200 એકર જમીન મુક્ત કરાવી છે. આજે ત્યાં અનેક સુવિધાઓ કરવામાં આવી છે. 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચૂક્યા છે.

ગામડાઓમાં મહિલાઓ લખપતિ દીદી બની ગઈ
તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું છે. સ્વતંત્રતા સાથે જોડાયેલા સ્થાનોના વિકાસ માટે અભિયાન શરૂ કર્યું છે. દિલ્લી રાજપથને કર્તવ્ય પથ કર્યું છે. એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, હવે સાબરમતી આશ્રમનો વિકાસ થશે.ભાવિ પેઢી સાબરમતી આશ્રમ આવી જોશે કે પૂજ્ય બાપુએ કેવી રીતે ચરખાનાં માધ્યમથી દેશના જન મનને ચેતનવતું કર્યું હતું. ગુજરાતમાં 9 લાખ ખેડૂત પરિવાર પ્રકૃતિક ખેતી તરફ આગળ વધ્યા છે. ખાદીની તાકાત ખૂબ વધી ગઈ છે. ખાદી માત્ર નેતાઓના પહેરવેશમાં હતી. મને પ્રસન્નતા છે કે ગામડાઓમાં મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે.

 

આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રૂ.1200 કરોડના ખર્ચે થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનું ગુજરાતની જનતા તરફથી સ્વાગત કરું છું. જે ભૂમિ પરથી બ્રિટિશ સરકારને હલાવી દેવાઈ એવા આજે દાંડીકૂચ દિવસે સાબરમતી ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ થશે.આધુનિક ભારતનું તીર્થ સ્થળ છે. આશ્રમમાં 5 એકરમાં મૂળ સ્મારક છે. વડાપ્રધાનનો વિચાર છે કે આ ગાંધીજીના વિચારોને વિશ્વ સુધી ફેલાય તેના માટે ગાંધી આશ્રમ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ રૂ.1200 કરોડના ખર્ચે થશે. ગાંધી આશ્રમના રહેવાસીઓ અને ટ્રસ્ટીઓ વિના આ શક્ય નહોતું. આજે આ અવસરે તમામ ટ્રસ્ટીઓ અને રહેવાસીઓનો આભાર માનું છું.

આ પણ વાંચોઃગુજરાતમાં હવે બિનખેડૂત ખેતીની જમીન લઈ શકશે, જાણો કેવી રીતે

Back to top button