‘PM મોદી જાણે છે કે માત્ર અરવિંદ કેજરીવાલ…’, આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર કર્યા પ્રહાર
નવી દિલ્હી, 25 માર્ચ : એક્સાઈઝ પોલિસી કેસમાં ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી સતત ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. આજે ફરી એકવાર દિલ્હી સરકારના મંત્રી આતિશી સિંહે ભાજપ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે માત્ર અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ ભાજપને પડકારી શકે છે, તેથી જ સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે.
આતિષી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કેજરીવાલ જીની ધરપકડ કેમ કરવામાં આવી? પીએમ મોદી જાણે છે કે માત્ર અરવિંદ કેજરીવાલ જ તેમને પડકાર આપી શકે છે. પીએમ મોદી કેજરીવાલને ખતમ કરવા માંગે છે.”
મંત્રી આતિષી સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? પીએમ મોદી જાણે છે કે તેમને માત્ર અરવિંદ કેજરીવાલ જ પડકારી શકે છે.”
‘હારના ડરથી ધરપકડ’
આતિશી સિંહે એવો પણ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના કોઈપણ નેતા પાસેથી પૈસા મળ્યા નથી. તેમણે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ જ સીએમ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? તેમણે કહ્યું કે પીએમ મોદી જાણે છે કે આવતીકાલે જો કોઈ એક નેતા તેમને હરાવી શકે તેમ છે તો, તે અરવિંદ કેજરીવાલ છે અને આ ડરના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે.
‘ઈડીની પાછળ છુપાઈને ભાજપ લડી રહી છે’
આતિશી સિંહે વધુમાં કહ્યું કે, “કેજરીવાલને કોઈપણ પુરાવા વિના અટકાયતમાં લેવામાં આવ્યા છે. ભાજપ EDની પાછળ છુપાઈને તેની રાજકીય લડાઈ લડી રહી છે. શું ED એક રાજકીય પક્ષ છે?”