PM મોદી સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે’: મલ્લિકાર્જુન ખડગેનો મોટો આક્ષેપ
- મુંબઈમાં મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો શિવસેના, UBT, NCPSP અને કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઇ
મુંબઈ, 18 મે: મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો જેવા કે શિવસેના, UBT, NCPSP અને કોંગ્રેસે મુંબઈમાં આજે શનિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા હતા. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી પર ખૂબ નિશાન સાધ્યું હતું. પ્રેસને સંબોધિત કરતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના ઇશારાઓ પર બધું થાય છે, તેમાં કોઈ શંકા નથી. તેઓ જે કહે છે તે થાય છે. પરંતુ આ વખતે તેઓ ચૂંટણીમાં તે નહીં થાય. જનતાની લડાઈ પોતે જનતા જ તેમની સામે લડી રહી છે મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર છેતરપિંડીથી બનાવવામાં આવી છે. પીએમ તેમને સમર્થન આપી રહ્યા છે અને તેઓ અન્ય રાજ્યોની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીએ સમાજને તોડવાનું કામ કર્યું છે. ભાગ્યે જ કોઈ પીએમએ આ પ્રકારનું કામ કર્યું હશે.
महाराष्ट्र की सरकार धोखा और विश्वासघात के आधार पर बनाई गई है, जिसका समर्थन खुद PM मोदी कर रहे हैं।
मोदी जी सिर्फ लोकतंत्र की बातें करते हैं, लेकिन कभी लोकतंत्र के हिसाब से नहीं चलते।
मोदी जी की ‘तोड़-फोड़’ नीति का महाराष्ट्र एक अकेला उदाहरण नहीं हैं। मोदी जी की तोड़-फोड़ नीति… pic.twitter.com/n4rytLiZ7w
— Mallikarjun Kharge (@kharge) May 18, 2024
શરદ પવારે કેન્દ્ર સરકારને ઘેરી
મલ્લિકાર્જુન ખડગેએ વધુમાં કહ્યું કે, હું 53 વર્ષથી રાજકારણમાં છું. દેશમાં વિશ્વાસઘાતની રાજનીતિ ચાલી રહી છે. વિપક્ષ તોડવા માટે ધમકીઓ અને બ્લેકમેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. MVA મહારાષ્ટ્રમાં 48માંથી 46 સીટો જીતશે. તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે તેઓ 80 કરોડ ગરીબોને 5 કિલો રાશન આપશે. પરંતુ સરકાર બન્યા બાદ અમે 10 કિલો રાશન આપીશું. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસના વચનો પણ સંભળાવ્યા. બાદમાં શરદ પવારે કહ્યું કે, અમે મનમોહન સરકાર દરમિયાન લોકોને ચોખા અને ઘઉં આપવાનું શરૂ કર્યું હતું. મનમોહન સરકાર દરમિયાન ભારત ચોખાના ઉત્પાદનમાં બીજા ક્રમે હતું. PM મોદી આજે જે મફત રાશન વિતરણનો શ્રેય લઈ રહ્યા છે, તે મનમોહન સિંહની સરકારે બનાવેલા નિયમોના કારણે થઈ શક્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ પણ પીએમ પર કર્યા આકરા પ્રહારો
આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, 4 જૂન પછી દેશમાં ખરેખર સારા દિવસો આવવાના છે. PM મોદી તો માત્ર સૂત્રોચ્ચાર કરે છે. આ જુમલા સરકાર 4 જૂને કેન્દ્રમાં રહેવાની નથી. તેમણે વધુમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટે સરકારને ગેરકાયદેસર જાહેર કર્યા પછી પણ વડાપ્રધાન નકલી લોકો સાથે ફરે છે. જેઓ તેમના વિચારો સાથે સહમત નથી તેઓ આવતીકાલે RSSને પણ નકલી જાહેર કરી દેશે. ભાજપના મનમાં પાકિસ્તાન છે. PM મોદી પોતે પાકિસ્તાનમાં નવાઝ શરીફ સાથે તેમના ઘરે કેક ખાઈ રહ્યા હતા. જ્યારે PM મોદી હારવા લાગે છે ત્યારે તેઓ પાકિસ્તાન લાવે છે. પુલવામા હુમલા પર તત્કાલીન રાજ્યપાલ સત્યપાલ મલિકે જે કહ્યું હતું, તેના કારણે પણ તે ઘટના પર શંકા જાય છે. ચીન અરુણાચલ પ્રદેશના ગામોના નામ બદલી રહ્યું છે. પરંતુ તેમનું કહેવું છે કે નામ બદલવાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ માત્ર પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ જુઓ: કુરુક્ષેત્ર બેઠક પર ભાજપ-AAPને વોટ બેંક તૂટવાનો ડર, નવીન જિંદાલ પર ઘેરાયું ભાજપ