નેશનલ

PM મોદી ઝેરીલા સાપ જેવા…’, કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Text To Speech

કર્ણાટકઃ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- “મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેનો સ્વાદ ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? ત્યાં તો તમે મરી ગયા હશો .”

ભાજપે તેમના નિવેદનની નિંદા કરી છે. જો કે, થોડા સમય બાદ આ નિવેદન પર વિવાદ થયો હતો, તેમનો ખુલાસો પણ આવ્યો હતો. તેમણે કહ્યું- મેં તેમના (પીએમ મોદી) વિશે આવું નથી કહ્યું. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.

બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું કે તેમના નિવેદન પરથી કોંગ્રેસની હતાશા દેખાઈ આવે છે. ખડગેનો વીડિયો ટ્વીટ કરીને તેમણે લખ્યું – હવે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને કહ્યું ‘ઝેરી સાપ’… આની શરૂઆત સોનિયા ગાંધીના ‘મોત કા સૌદાગર’ થી થઈ હતી… અને આપણે જાણીએ છીએ કે તેનો અંત કેવી રીતે થયો. કોંગ્રેસ સતત ખાડામાં ઉતરી રહી છે. આ હતાશા દર્શાવે છે કે કોંગ્રેસ કર્ણાટકમાં પોતાનુ સ્થાન ગુમાવી રહી છે અને તે જાણે છે.

આ પણ વાંચોઃ સુદાનથી પરત આવેલા ભારતીયોએ PM મોદી જીંદાબાદ, ઇન્ડિયન આર્મી જીંદાબાદના નારા લગાવ્યા

Back to top button